- કમોસમી વરસાદની પોલીસ ભરતી પર અસર
- વધુ 4 સ્થળે શારીરિક કસોટી બે દિવસ મોકૂફ
- ખેડા, નડીયાદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં મોકૂફ
- અગાઉ સુરત અને ભરૂચમાં મોકૂફ રખાઇ હતી
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ પોલીસ ભરતીની પ્રક્રિયા ખોરંભે ચઢી છે. રાજ્યમાં PSI અને LRDની ભરતીને લઈને આગામી 3 ડિસેમ્બરથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદી માહોલને લઈ શારીરિક કસોટી માટે તૈયાર કરવામાં આવેલા મેદાનો પર પાણી ફરી વળ્યા છે. અને કેટલાક સ્થળોએ મેદાન પર પરીક્ષા લઈ શકાય નહિ. તેવી સ્થિતિ ઊભી થઇ છે. જેને લઈ ઘણા સ્થળોએ વરસાદી માહોલને પગલે શારીરિક કસોટી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
વરસાદને પગલે ખેડા, નડીયાદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બે દિવસ અગાઉ પણ સુરત અને ભરૂચમાં પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી હતી.
હવે આ તમામ ગ્રાઉન્ડમાં લેવાનારી શારીરિક કસોટી માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે ઉમેદવારો શારીરિક કસોટીમાં યોગ્યરીતે પ્રદર્શન નહીં કરી શકે, તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા રહેલી છે.
હિન્દુ ધર્મ / ચંદનની માળાથી મંત્રનો જાપ કરવાથી મળે છે શુભ ફળ, ગળામાં પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો
નામકરણ / બોલવામાં સરળ અને અર્થપૂર્ણ હોવા જોઈએ બાળકોના નામ, આ ખાસ વાતોનું પણ ધ્યાન રાખો
હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ
Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે
હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત