#gujarat/ મહેસાણામાં રાજકીય સભામાં પોકેટચોરનું કારસ્તાન, રંગેહાથ ઝડપાતા લોકોએ ચખાડ્યો મેથીપાક

મહેસાણામાં રાજકીય સભામાં પોકેટચોરના કારસ્તાનના પર્દાફાશ થયો છે. GIDC હોલમાં ચાલી રહેલ રાજકીય સભામાં વધુ ભીડ હતી. જેનો લાભ એક પોકેટચોર લઈ રહ્યો હતો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 03T113254.479 મહેસાણામાં રાજકીય સભામાં પોકેટચોરનું કારસ્તાન, રંગેહાથ ઝડપાતા લોકોએ ચખાડ્યો મેથીપાક

મહેસાણામાં રાજકીય સભામાં પોકેટચોરના કારસ્તાનના પર્દાફાશ થયો છે. GIDC હોલમાં BJPનો કાર્યક્રમ હતો અને અનેક કાર્યકરો ભેગા થયા હતા. આ રાજકીય સભામાં વધુ ભીડ હતી. જેનો લાભ એક પોકેટચોર લઈ રહ્યો હતો. પોકેટચોર રાજકીય સભામાં એકત્ર થયેલ ભીડનો લાભ લઈ મોબાઈલ અને પર્સની ચોરી કરતો હતો. આ ચોર રંગેહાથ ઝડપાતા લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો અને પછી પોલીસને હવાલે કર્યો.

GIDC હોલમાં ચાલતી રાજકીય સભામાં પોકેટચોરે મોબાઈલ અને પાકીટની ચોરી કરતા ઝડપાયો. પોકેટચોરનું કારસ્તાન ખુલ્લુ પડતા લોકોએ પોલીસને સોંપ્યો. આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી બનાવની તપાસ કરી. બાદમાં પોલીસ પોકેટચોરની વધુ પૂછપરછ કરવા પોલીસ સ્ટેશને લઈ ગઈ. આ મામલે હજુ પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે. પોકેટચોર વિરુદ્ધ હાલમાં કોઈ ગુનો નોંધાયો નથી. તપાસમાં કોઈ મોટી માહિતી સામે આવવા પર સંભવત પોલીસ કાર્યવાહી કરી શકે.

મહત્વનું છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને દિગ્ગજ નેતાઓના પ્રચારમાં ભીડ ભેગી કરાય છે અથવા તો થાય છે. પરંતુ આ ભીડનો ભાગ બનનારાએ આવા પોકેટચોરથી સાવધ રહેવું જોઈએ. નહીંતર તેમના મોબાઈલ ફોન અથવા તો પોકેટની ગમે તે સમયે ચોરી થઈ શકે છે. આવી રાજકીય સભા હોય અથા તો કોઈપણ જાહેરસ્થળ હોય નાગરીકોએ પોતાની કિમંતી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ પરના હોબાળા વચ્ચે, જાણો શું કહ્યું કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકે

આ પણ વાંચો:નાસાને અવકાશમાં મળી મોટી સફળતા,14 કરોડ માઇલ દૂરથી પૃથ્વીને મળ્યો સંદેશ

આ પણ વાંચો:રાજેશ ઠાકુરે દિલ્હી પોલીસને આપવામાં આવેલી નોટિસનો આપ્યો જવાબ, કહ્યું હું હેન્ડલ ઓપરેટ કરતો નથી