અત્યારે શાળામાં પીકનીકની મોસમ જામી છે. ટુર ઓપરેટરો પણ હોશે હોશે શાળાના સંચાલક મંડળને નવી નવી લોકેશન બતાવીને બાળકોને પીકનીક પર લઇ જવા ઉત્સાહિત હોય છે. પરંતુ આ ટુર ઓપરેટરો દ્વારા લઇ જવામાં આવતી પીકનીક કેટલી સલામત છે તેનોકોઈ વાલીએ વિચાર સુધ્ધા નથી કર્યો..? બસ બાળકોને પૈસા આપી, નાસ્તા આપી મોકલી દીધા ટુરમાં, એટલે શું તમારી જવાબદારી પૂરી..?
તમે કયારેય ચેક કરવાની તસ્દી લીધી છે કે, જે જગ્યાએ તમારું બાળક પીકનીક જાય છે તે તમારા બાળક માટે કેટલી સલામત છે. જે બસ માં બાળકોને પીકનીક લઇ જવામાં આવે છે તે બસમાં બાળકોની સેફટીની કેટલી સુવિધા છે..? ના કયેર્ય નહિ.. કારણ તે જવાબદારી શાળાની છે. અમે શાળાના ભરોસા પર બાળકોને પીકનીક મોકલીએ છીએ. જી ના… અહીં જ તમારી ભુલ થાય છે. બાળક તમારું છે. એટલે પહેલી જવાબદારી તમારી જ આવે. તમારી જ ફરજ છે કે તે સ્થળ તે બસ કેટલી સલામત છે તે ચેક કરવાની.
નાની અમથી ભૂલ બાળકની જિંદગી છીનવી શકે છે. પછી દોષ તંત્ર ને દેવાથી કોઈ ફરક નહિ પડે.
અમદાવાદથી વડોદરા પિકનિક પર ગયેલી અમદાવાદની પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થી સાથે ચકચારી ઘટના બની છે. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટ ખાતે ૪ લક્ઝરી બસ ભરીને વિધાર્થીઓને પીકનીક પર લઇ ગયા હતા. આશરે ૨૦૦ જેટલા બાળકો પીકનીક પર ગયા હતા. જેમાં રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તો અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. અને ઘરમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો.
પીકનીક પર આવેલા આ વિદ્યાર્થીઓને અલગ અલગ રાઈડ્સમાં બેસાડવામાં આવ્યા હતા. ધોરણ-8માં અભ્યાસ કરતા જીમિલ કવૈયા નામના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે રાઈડમાં બેસ્યો હતો. ત્યારે ગોળ ફરતી આ રાઈડમાંથી જીમિલે માથુ બહાર કાઢ્યું હતું. ત્યારે તેનુ માથું રાઈડના થાંભલા સાથે ભટકાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા જીમિલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.