Gujarat High Court/ વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન

અહીં એ મહત્વનું છે કે ખાનગી કંપની અને વડોદરા મનપા વચ્ચે આ હેતુને લઈ કરાર પણ થયા હતા. ખાનગી કંપનીએ સમય જતા 15 થી 25 ફૂટ ઊંચી દીવાલ બનાવી હતી, જેની સીધી અસર વિશ્વામિત્રી નદીના પ્રવાહને થઈ. અરજદારે ગેરરીતિઓને લઈ પણ વિરોધ દર્શાવ્યો હતો. ખાનગી કંપનીએ 25 ફૂટ ઊંચી દીવાલ…..

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 09 01T125543.754 વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) આગામી 13 સપ્ટેમ્બરના રોજ 6 અરજદારો દ્વારા કરાયેલી PILની સુનાવણી હાથ ધરાઈ છે. રાજ્ય સરકાર સહિત 10 ઓથોરિટીને પક્ષકાર બનાવાઈ છે, જેનો મુખ્ય વિષય વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે સરકારી યોજનાના નાક નીચે ખાનગી કંપની દ્વારા સરકારી જમીન પચાવી પાડવાનો છે. અરજદારે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના પટને વચ્ચેથી કાપી અડધેથી નદીના પટને પૂરી દેવાયો છે. જેની સામે આંદોલન પણ કરાયું હતું.

whatsapp image 2024 08 31 at 203107 1 1725123790 વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન

વડોદરાના શૈલેષ અમીન સહિત 6 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016માં (Public Interest Litigation) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ અરજીમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે એક ખાનગી કંપની વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે રિટેઇનિંગ વોલ બનાવી છે.  નદીના કાંઠે સંજયનગર અને ઈન્દિરાનગર નામના ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલા છે. જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ખાનગી કંપનીને આ યોજના માટે જગ્યા સોંપાઈ હતી. વડોદરા કલેક્ટરે 44 હજાર સ્ક્વેર મીટર જમીન મનપાને સોંપી હતી. કંપનીએ જગ્યાનો ઉપયોગ રિંગરોડને પહોળો કરવાનો મનસૂબો બનાવ્યો હતો. જ્યાં મોટો મોલ બનાવવામાં આવે.

whatsapp image 2024 08 31 at 203104 1725123806 વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન

અહીં એ મહત્વનું છે કે ખાનગી કંપની અને વડોદરા મનપા વચ્ચે આ હેતુને લઈ કરાર પણ થયા હતા. ખાનગી કંપનીએ સમય જતા 15 થી 25 ફૂટ ઊંચી દીવાલ બનાવી હતી, જેની સીધી અસર વિશ્વામિત્રી નદીના પ્રવાહને થઈ. અરજદારે ગેરરીતિઓને લઈ પણ વિરોધ દર્શાવ્યો હતો. ખાનગી કંપનીએ 25 ફૂટ ઊંચી દીવાલ બાંધ્યા બાદ મનપાની મંજૂરી માંગી હતી, જેથી આગળના કામને મંજૂરી મળે. જોકે, મહાનગરપાલિકાએ ખાનગી કંપનીને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવાની તાકીદ કરી હતી.

whatsapp image 2024 08 31 at 203107 1725123848 વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન

હાઈકોર્ટમાં પીટિશનમાં જણાવ્યું છે કે ખાનગી કંપનીને નોટિસ આપનાર વડોદરા મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપનીને પણ બદલી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાના લિસ્ટમાં ના હોય તેવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપનીને દેખરેખ સોંપી દેવામાં આવી હતી. જેને નદીની અંદર બનાવાયેલી દીવાલને મંજૂરી આપી દીધી હતી. પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો છે કે, ખાનગી કંપનીનું વિશ્વામિત્રી નદીની અંદર બાંધકામ એ સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન છે. કંપનીએ દીવાલ બાંધતા પહેલા જીપીસીબીની પણ મંજૂરી લીધી નહોતી. અરજદારે કહ્યું કે નિયમો મુજબ નદીના કિનારાથી 30 મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે. આ ખાનગી કંપનીએ એક પછી એક નિયમોનું ઉલ્લંઘન કરતી ગઈ હતી. કંપનીએ GDCR ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

whatsapp image 2024 08 31 at 203108 1 1725123782 વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણને લઈ થઈ હતી PIL, હાઈકોર્ટમાં થશે સુનાવણી, SCના નિયમોનું પણ કરાયું ઉલ્લંઘન


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

આ પણ વાંચો:વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયો, ફાયરે બચાવવા કર્યું આવું પણ….

આ પણ વાંચો:વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા