ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નિયમોના ઉલ્લંઘન બદલ ઘણા પાઇલટ અને ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી 1 જાન્યુઆરી, 2022 થી 30 વચ્ચે મળેલી ફરિયાદો પર કરવામાં આવી છે. જેમાં 32 ક્રૂ મેમ્બર્સ પ્રી-ફ્લાઇટ આલ્કોહોલ ટેસ્ટ (આલ્કોહોલનું સેવન ડિટેક્ટ કરવા માટે ટેસ્ટ) ફેલ થયા હતા.
DGCA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રી-ફ્લાઇટ ‘આલ્કોહોલ ટેસ્ટ’માં બીજી વખત ફેલ થવા બદલ બે પાઇલટ, બે ક્રૂ મેમ્બરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફ્લાઇટમાં ટેકઓફ કરતા પહેલા તમામ ક્રૂ મેમ્બર્સ અને પાઇલોટ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જો કોઇ તેમાં પસાર ન થાય તો તેની સામે ફરિયાદ કરવામાં આવે છે અને DGCA સમાન કાર્યવાહી કરે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમાંથી, બે પાઇલટ અને બે ક્રૂ મેમ્બરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના 7 પાઈલટ અને 30 ક્રૂ સભ્યોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ પ્રથમ વખત BA (બ્રેથલાઈઝર) ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. ડીજીસીએએ ગયા મહિને કહ્યું હતું કે એરલાઈન્સે ખાતરી કરવી જોઈએ કે તેમના 50 ટકા પાઈલટ અને ક્રૂ મેમ્બર ‘આલ્કોહોલ ટેસ્ટ’માંથી પસાર થાય.
COVID-19 રોગચાળા પહેલા, તમામ ક્રૂ સભ્યોએ ફ્લાઇટ પહેલાં આલ્કોહોલનું સેવન શોધવા માટે આ પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. જો કે, જ્યારે રોગચાળો ત્રાટક્યો, ત્યારે તપાસ થોડા મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી, તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી.