બોલિવૂડ પ્લેબેક સિંગર શ્રદ્ધા પંડિતે ગુરુવારે ઉપનગરીય ઓશિવારા પોલીસમાં કલાકારો માટે મેનેજમેન્ટ વર્ક કરી રહેલા એક વ્યાવસાયિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધા પંડિતે પોતાની ફરિયાદમાં ધાકધમકીનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : રણવીર સિંહની ફિલ્મ 83 નું ટીઝર આવ્યું સામે, જાણો ક્યારે રિલીઝ થશે મૂવી
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રદ્ધા પંડિત અને દેવ ઠાકુર બંને એક આર્ટિસ્ટ મેનેજમેન્ટ એજન્સી માટે કામ કરે છે. હાલમાં જ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી આરોપીએ કથિત રીતે શ્રદ્ધા પંડિતને વોઈસ મેસેજ કરીને ધમકી આપી હતી.
બીજી તરફ ધમકી આપવાનો આરોપ જેના પર લાગ્યો છે તેને પત્રકારોને જણાવ્યું કે મારા પર લાગેલા આરોપ ખોટા છે. ઠાકુરે કહ્યું કે શુક્રવારે પોલીસ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરશે.
આ પણ વાંચો : અતરંગી રેના નિર્દેશક આનંદ એલ રાયે અક્ષય કુમારને લઈને કહી આ વાત…
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા સંગીતકાર જોડી જતિન-લલિતની ભત્રીજી છે. શ્રદ્ધાએ ઘણી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ચલાવ્યો છે. તેણે 1996માં ખામોશી, સંઘર્ષ, સુંદર (2000), રાજુ ચાચા, જીસ દેશ મેં ગંગા રહા હૈ, દેવ, દીવાર (2004), ફરેબ, દિલ્હી 6, બેન્ડ બાજા બારાત જેવી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદમાં અહાન શેટ્ટી-તારા સુતારિયા તેમની ફિલ્મ તડપના પ્રમોશન માટે પહોંચ્યા
આ પણ વાંચો :જર્સી બાદ અલ્લુ અર્જુન સાથે ધાંસૂ ફિલ્મમાં કામ કરશે શાહિદ કપૂર!!
આ પણ વાંચો :એવું તો શું કર્યું આમિર ખાને કે, KGF 2 ના એક્ટર યશ અને મેકર્સની માંગવી પડી માફી