વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી. મોદી કેબિનેટે ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં PLI સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય કેબિનેટે ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં અંદાજે 10,900 કરોડ રુપિયાની સબ્સિડી આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે PLI સ્કીમ હેઠળ આને મંજૂરી આપી છે.
સ્કીમને લઇને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે આ નિર્ણયથી અંદાજે અઢી લાખ યુવાઓને રોજગાર મળશે. કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે ભારતના ફૂડ બ્રાન્ડને દુનિયાની ઓળખ બનાવવામાં આવે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતોને લાભ મળશે. નવા કૃષિ કાયદા હેઠળ પણ ખેડૂતોને ઓપ્શન આપવામાં આવ્યા છે કે તે કોઇપણ પ્રકારની મંડીમાં પોતાનો પાક વેચી શકે છે. આ વિચાર પાછળ કોશિશ છે કે દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવે.
શું આ સ્કીમ કૃષિ કાયદાની હવે પછીની કડી છે, આની પર ગોયલે કહ્યું કે બન્નેને એક સાથે ન મિલાવો, ખેડૂતોના હિતમાં મોદી સરકાર અનેક નિર્ણય લઇ રહી છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે લેવામાં આવેલો આ નિર્ણય તેમાંનો એક છે.
પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે ભારતની બ્રાન્ડ દુનિયાભરમાં કેવી રીતે પહોંચી, જે ઇન્ટરનેશનલ ક્વોલિટીને પૂરી કરતો હોય, જ્યારે આવી પ્રોડક્ટ મળશે તો ખેડૂતોને મોટી સંખ્યામાં ફાયદો થશે અને રોજગારીનું સર્જન પણ થશે.