વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સ્વામિત્વ‘ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સ વિતરણ કરવાની યોજના શરૂ કરી હતી, આ યોજના હેઠળ લગભગ એક લાખ ભૂ-સંપત્તિ માલિકોને તેમના મોબાઇલ ફોન પર એસએમએસથી પ્રાપ્ત થતી લિંક પરથી પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકશો, આ કાર્ડ ગામલોકોનાં રહેણાંક મકાનોનાં દસ્તાવેજો પ્રદાન કરશે.
આ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે એક લાખ લોકોએ પોતાના ઘરનું સ્વામિત્વ પત્ર અથવા પ્રોપર્ટી કાર્ડ મળ્યુ છે, જેમણે પોતાનુ કાર્ડ ડાઉનલોડ કર્યા છે, તેમને હુ ખૂબ-ખૂબ અભિનંદન આપુ છે, આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે દેશનાં વધુ એક મોટુ પગલુ ભર્યુ છે. ગામમાં રહેતા આપણા ભાઈ-બહેનને આત્મનિર્ભર બનાવવામાં સ્વામિત્વની યોજના ખૂબ મદદરૂપ થશે.
વિરોધીઓ પર આકરા પગલા લેતા પીએમ મોદીએ કહ્યું કે, નાના ખેડૂતો, પશુપાલકો, માછીમારોને ખેડૂત ક્રેડિટ કાર્ડ મળવાથી જેમના કાળા નાણાંનો રસ્તો બંધ થઈ ગયો છે, તેઓ આજે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, વડા પ્રધાને કહ્યું કે દેશ નિર્ધારિત કર્યુ છે કે ગામ અને ગરીબને આત્મનિર્ભર બનાવવું એ ભારતનાં સામર્થ્યની ઓળખ બનાવવું છે.
આ ઠરાવની પૂર્તિ માટે સ્વામિત્વની યોજનાની ભૂમિકા પણ ખૂબ મોટી છે, સાથે પીએમ મોદીએ ફરી એક વાર કોરોના વાયરસથી જાગ્રત રહેવાનું કહ્યું છે, વડા પ્રધાને કહ્યું કે બે ગજનું અંતર, હાથની સ્વચ્છતા કરવામાં આવી રહે અને માસ્ક સતત મોંઢા પર રહે, આ આપણે સુનિશ્ચિત કરવાનુ છે. યાદ રાખો, જ્યાં સુધી દવા ન હોય ત્યાં સુધી કોઈ ઢીલાશ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ