વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી બીજા દિવસે મોડાસા પહોંચ્યા છે. મોદીએ અહીં અરવલ્લી જીલ્લા માટેની વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત રૂપિયા 570 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. વાત્રક, માઝુમ અને મેશ્વો ડેમ ખાતે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત મોડલની ચર્ચા થાય છે. ભાજપે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યા છે. રાજ્યમાં દિવાળી જેવો માહોલ છે.મોદીએ જણાવ્યું કે, હું જવાબદારી સાથે મોડાસા આવ્યો છું. હાલમાં ગુજરાતમાં ખેડૂતો ત્રણ પાક લેતા થયા છે. તે સિવાય મોડાસામાં આકાર પામનારા અદ્યતન એસટી બસ પોર્ટનું સ્ટેજ પરથી ડિજિટલ ભૂમિ પૂજન અને એપીએમસી અને મોડાસા રાજેન્દ્રનગર રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની મહત્વની યોજનાથી 608 ગામોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.
Not Set/ PM મોદીએ 570 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી બીજા દિવસે મોડાસા પહોંચ્યા છે. મોદીએ અહીં અરવલ્લી જીલ્લા માટેની વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત રૂપિયા 570 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. વાત્રક, માઝુમ અને મેશ્વો ડેમ ખાતે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત મોડલની ચર્ચા […]