પૂર્વ કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. આ પહેલા તેણે ભાજપમાં જોડાવવાનું કારણ દર્શાવતા કહ્યુ કે, તે વડાપ્રધાન મોદી અને તેમના નેતૃત્વથી ઘણા પ્રભાવિત થયા છે જેના કારણે તે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. એક સમયે વડાપ્રધાન મોદીનાં આલોચક રહેલા અલ્પેશ ઠાકોર કહે છે કે, હુ ક મોટા પરિવારમાં જોડાવવા જઇ રહ્યો છે, અન્ય લોકો મારી ચિંતા ન કરે. ઠાકોર સેનાનાં અધ્યક્ષ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પોતાને મળી રહેલી અવગણનાને પણ કોંગ્રેસથી છૂટા થવાનુ કારણ બતાવતા આવ્યા છે.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્યની જનતાનાં અને ખાસ કરીને ઠાકોર સમાજનાં નેતા તરીકે સામે આવેલા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાવવાનું મન બનાવી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે, જે લોકો માને છે કે હુ ભાજપમાં મોલ-ભાવ કરી રહ્યો હતો તો તે ખોટા છે. એક સમયે ભાજપનાં નિર્ણયોનો વિરોધ કરનાર અલ્પેશ ઠાકોરનું માનવુ છે કે વિપક્ષમાં રહીને જનતાની સેવા કરવી તેમના માટે કામ કરવુ તેટલુ શક્ય નથી જેટલુ ભાજપમાં જોડાયા પછી કરવુ. સાથે અલ્પેશ ઠાકોરનું કહેવુ છે કે, ભાજપમાં કોઇપણ જવાબદારી આપવામા આવશે તેનો હુ સ્વીકાર કરીશ.
આપને જણાવી દઇએ કે, અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારનાં પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યુ હતુ. ત્યારે જ તે વાતની સંભાવનાઓ વધી ગઇ હતી કે તેઓ જલ્દી જ ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા હતા, તેમનુ કહેવુ હતુ કે, રાજ્યમાં પાર્ટીની કમાન નબળા નેતાઓનાં હાથમાં છે. જો કે હવે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કરી લીધો છે ત્યારે જોવાનુ રહેશે કે કોંગ્રેસથી છેડો ફાંડી ભાજપમાં એન્ટ્રી કરતા અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં કયુ પદ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.