ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે સાંજે 84 વર્ષની વયે અવસાન થયું હતું. મંગળવારે, એટલે કે આજે તેમનો રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામં આવશે, તેમને સૈન્ય વિદાઇ પણ આપવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિની આ મહિનામાં બ્રેનની સર્જરી કરવામાં આવી હતી. વળી, તે કોરોનાવાયરસથી પણ પીડાઈ રહ્યા હતા. તેમના અવસાન પછી કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારોએ સાત દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે.
પ્રણવ મુખર્જીનાં પાર્થિવ દેહને દિલ્હીનાં 10 રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂર્વ રાષ્ટ્રપતિનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અહીં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. થોડા સમય પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 રાજાજી માર્ગ પર પહોંચ્યા હતા અને પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH Delhi: Prime Minister Narendra Modi pays last respects to former President #PranabMukherjee at his residence, 10 Rajaji Marg. pic.twitter.com/m5nTXr4oOU
— ANI (@ANI) September 1, 2020
સોમવારે સાંજે, સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને અંતિમ સંસ્કાર દરમિયાન કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, કોવિડ-19 પ્રોટોકોલને કારણે પૂર્વ રાષ્ટ્રપતિનાં મૃતદેહને ગન કૈરિજનાં બદલે શબવાહિનીમાં લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર લોધી રોડ સ્થિત સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમના સમ્માન માટે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજકીય શોક દિવસ મનાવવામાં આવશે. આ સમય દરમિયાન, રાષ્ટ્રીય ધ્વજને દેશભરમાં નિયમિતપણે જે ભવનોમાં લહેરાવવામાં આવશે ત્યા તેને અડધો નમેલો રાખવામાં આવશે અને ક્યાંય કોઈ સત્તાવાર ઉજવણી નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.