Gatishakti Portal/ ગાંધીનગરમાં PM ગતિશક્તિ પોર્ટલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે PM ગતિશક્તિ પોર્ટલનું આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પોર્ટલનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
25 1 ગાંધીનગરમાં PM ગતિશક્તિ પોર્ટલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો
  • ગાંધીનગરમાં PM ગતિશક્તિ પોર્ટલનો આજથી પ્રારંભ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના હસ્તે પ્રારંભ
  • ગુજરાત સેમિનારનું ઉદઘાટન કર્યું મુખ્યમંત્રીએ
  • ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે કાર્યક્રમનું આયોજન

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે PM ગતિશક્તિ પોર્ટલનું આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પોર્ટલનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  આ કાર્યક્મ ગાંધીનગરની ગિફટ સિટીમાં યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે   આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો અને વિભાગોના એક પ્લેટફાર્મ પર લાવવામાં આવશે. જેના માધ્યમથી કેન્દ્ર સરકાર તમામ મોટી યોજનાઓ માટે તમામ વિભાગોમાં સમન્વય સ્થાપિત થઈ શકશે. દેશની પ્રગતિની રાહમાં આ યોજનાની બહું મહત્વની ભૂમિકા મનાઈ રહી છે. પીએમના જણાવ્યાનુંસાર  ગતિ શક્તિ પરિયોજના વિભાગીય અડચણોને ખતમ કરવી દેશે અને પ્રમુખ માળખાગત ઢાંચાની પરિયોજનાઓમાં હિતધારકો માટે સમગ્ર યોજનાઓ સંસ્થાગત રુપ આપશે.

આ અંતર્ગત તમામ વિભાગોમાં એક કેન્દ્રીકૃત પોર્ટલના માધ્યમથી એક બીજાની પરિયોજનાઓની ખબર પડશે અને મલ્ટી મોર્ડલ કનેક્ટિવિટી લોકો, વસ્તુઓ અને સેવાઓનાં આદાન પ્રદાન માટે એકીકૃત અને નિબોધ કનેક્ટિવીટી પ્રદાન કરશે. ગતિશક્તિ પરિયોજના વ્યાપકતા, પ્રાથમિક્તા, અનુકુળન, સમકાલીન અને વિશ્લેષણાત્મક તથા ગતિશીલ થવાના 6 સ્તંભો પર આધારિત છે. આ મોટા પાયા પર રોજગારની તક પેદા કરશે. રસદ ખર્ચમાં ઘટાડો કરશે. સપ્લાય સ્તરે સુધારો કરશે અને સ્થાનીક વસ્તુઓને વિશ્વ સ્તર પર પ્રતિસ્પર્ધી બનાવશે.