ડેનમાર્ક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પેરિસ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં કહ્યું, “હેલો પેરિસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પેરિસ પહોંચ્યા છે.” આ દરમિયાન પીએમ મોદીનું ફ્રાન્સની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ તેમના સ્વાગત માટે તેમની હોટલની બહાર ઊભેલા ભારતીયોને મળ્યા.
આ દરમિયાન ત્યાં ઉભેલા ભારતીયો સતત મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. ગયા અઠવાડિયે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે મેક્રોન ફરીથી ચૂંટાયા પછી વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોનને મળનારા પ્રથમ કેટલાક વિશ્વ નેતાઓમાં હશે. તેમણે ફરીથી ચૂંટાયા બાદ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા.
મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપિયન યુનિયનનું નેતૃત્વ ફ્રાન્સ કરી રહ્યું છે. ઉપરાંત, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ફ્રાંસના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. ઓગસ્ટ 2019, જૂન 2017, નવેમ્બર 2015 અને એપ્રિલ 2015 પછી મોદીની ફ્રાન્સની આ પાંચમી મુલાકાત છે.