તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં ચોમેર વિનાશ વેર્યો છે. ગુજરાતમાં થયેલા વિનાશની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરવા માટે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. તો સાથે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ રાજ્ય ના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અમદાવાદ થી હવાઈ માર્ગે નવીદિલ્હી જશે
- કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે
- ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું કરશે નિરીક્ષણ
- વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ
- ત્રણેય જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું કરશે નિરીક્ષણ
- દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે નરેન્દ્ર મોદી
- અધિકારીઓ સાથે બેઠક કરશે વડાપ્રધાન
આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ એ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું મહેસાણા તરફ આગળ વધ્યું છે તો સાથે તેની તીવ્રતામાં મોટો ઘટાડો થયો છે. આગોતરા આયોજનના કારણે મોટી દુર્ઘટના અને જાનહાની ટળીછે. સમગ્ર રાજ્યમાં કુલ 13 લોકોના મોત થયા હોવાની વાત કરી છે.