વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંધ્ર પ્રદેશના અમરાવતી જિલ્લામાં મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ખાસ અવસર પર પીએમ મોદી આંધ્રપ્રદેશના એક સન્માનિત સ્વાતંત્ર્ય સેનાનીની પુત્રીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.
હકીકતમાં, વડા પ્રધાન મોદી મહાન સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પર ભીમાવરમમાં તેમના સંબોધન પછી સ્વતંત્રતા સેનાની પુત્રી પાસલા કૃષ્ણ ભારતીના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પાસલા કૃષ્ણ ભારતીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, પાસલા કૃષ્ણ ભારતી 90 વર્ષના છે અને પીએમ મોદી તેમની બહેન અને ભત્રીજીને પણ મળ્યા છે. હાલમાં, કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર અમુક લોકોનો, અમુક વિસ્તારોનો, થોડા વર્ષોનો ઈતિહાસ નથી, તે ભારતના દરેક ખૂણે-ખૂણાના ત્યાગ અને બલિદાનનો ઈતિહાસ છે.’
અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ‘આજે જ્યાં દેશ આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે, ત્યાં આજે અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પણ એક ખાસ પ્રસંગ છે. હું તેમની પ્રતિમા આગળ માથું નમાવીને તેમને નમન કરું છું.
આ પણ વાંચો:PM મોદી ગુજરાતમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું કર્યું ઉદ્ઘાટન