શહિદ દિવસ/ PM મોદીએ ભારત માતાના સપૂત પુત્રોને પાઠવી શ્રદ્ધાંજલિ 

આજે શહીદ દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમણે કહ્યું કે તેમનો બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણારૂપ રહેશે.

Top Stories India
Am 26 PM મોદીએ ભારત માતાના સપૂત પુત્રોને પાઠવી શ્રદ્ધાંજલિ 

આજે શહીદ દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમણે કહ્યું કે તેમનો બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણારૂપ રહેશે.

આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટીશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. 23 માર્ચે બ્રિટિશ પોલીસ અધિકારી જે.પી. સોન્ડર્સની હત્યા બદલ તેમને બ્રિટીશ લોકોએ ફાંસી આપી હતી, જેની યાદમાં ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. ત્રણેય લાલા લજપત રાયના મોતનો બદલો લેવા માંગતા હતા.

આ પણ વાંચો :ચાકુની અણીએ કિશોરી પર આચર્યું સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો કર્યો વાયરલ

પીએમ મોદીએ હિન્દીમાં એક ટ્વિટમાં કહ્યું, “શહિદ દિવસ પર આઝાદીના ક્રાંતિકારીઓ અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને સત સત નમન. ભારત માતાના આ મહાન પુત્રોનું બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણારૂપ રહેશે. જય હિન્દ!

આ સાથે પીએમ મોદી બીજું એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે, “મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી ચિંતક ડો. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર આદરણીય શ્રદ્ધાંજલિ. તેમણે પોતાના તીક્ષ્ણ અને પ્રગતિશીલ વિચારો સાથે દેશને નવી દિશા આપવા માટે કામ કર્યું. દેશ માટે તેમનું યોગદાન દેશવાસીઓને સતત પ્રેરણા આપશે. ”

શું તમે જાણો છો કે બ્રિટિશ સરકાર દ્વારા આ ત્રણેય દેશભક્તોને ફાંસી આપવા માટે 24 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બ્રિટિશ સરકારે ભારતના લોકોના રોષના કારણે  એક દિવસ પહેલા 23 માર્ચે તેમને ફાંસી આપી હતી. આ સમાચાર દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાયા હતા.

આ પણ વાંચો :ધોરણ 8 સુધીની તમામ શાળા 24 થી 31 માર્ચ સુધી બંધ, CM યોગી આપ્યો આદેશ

ભારતના લોકો ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની વિરુદ્ધ હતા. તે સમયે દેશમાં ઘણા પ્રદર્શન પણ થયા હતા. બ્રિટિશ સરકારને આશંકા હતી કે 24 માર્ચ પહેલાથી વાતાવરણ બગડશે, તેથી તેઓએ એક દિવસ પહેલા જ ભારત માતાના આ બહાદુર પુત્રોને ફાંસી આપી હતી.

  આ પણ વાંચો :આજે દિલ્હી, યુપી-પંજાબ સહિત દેશના આ ભાગોમાં ભારેથી હળવા વરસાદ આગાહી