Loksabha Election 2024/ PM મોદીએ માતા હિરાબાને યાદ કર્યા ‘મેં મારી માતા સાથે અન્યાય કર્યો, હું તેમનો ગુનેગાર છું’

PM મોદી માતા હિરાબાને યાદ કરી ભાવુક થયા હતા. આ ઇન્ટરવ્યુમાં તેમણે માતા હિરાબા સાથેના સંબંધોને લઈને વધુ ખુલાસો કર્યો હતો.

Trending Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 07T111427.776 PM મોદીએ માતા હિરાબાને યાદ કર્યા 'મેં મારી માતા સાથે અન્યાય કર્યો, હું તેમનો ગુનેગાર છું'

PM મોદી: ‘મેં મારી માતા સાથે અન્યયા કર્યો’ એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી માતા હિરાબાને યાદ કરી ભાવુક થયા હતા. આ ઇન્ટરવ્યુમાં તેમણે માતા હિરાબા સાથેના સંબંધોને લઈને વધુ ખુલાસો કર્યો હતો. માતાને યાદ કરતા કહ્યું કે PM મોદીએ કહ્યું કે આ પ્રથમ ચૂંટણી છે જ્યારે તેમના માતા હયાત નથી. હંમેશા તેઓ ચૂંટણી દરમ્યાન અને મતદાન કરતા પહેલા માતાના આર્શીવાદ લેતા હોય છે. પરંતુ આજે તેમની માતા હયાત નથી. જો કે તેમણે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે તેમની માતા હંમેશા તેમની પડખે છે અને તેમનો મમતભર્યો પ્રેમ હંમેશા તેમની સાથે રહે છે જે તેમને વધુ હિમંત આપે છે.

આ ઈન્ટરવ્યુમાં PM મોદીએ પૂછવામાં આવ્યું કે તમે માત્ર દેશના વડાપ્રધાન નહી પરંતુ એક પુત્ર પણ છો. તેનો પ્રત્યુત્તર આપતા તેમણે કહ્યું કે મેં મારી માતા સાથે અન્યાય કર્યો છે. કારણ કે હું બહુ નાની ઉંમરે ઘરેથી ભાગી ગયો હતો. હું મારી માતાનો ગુનેગાર છું. કારણ કે દરેક માતાને તેમના સંતાનો પ્રત્યે અપેક્ષા રહે છે. માતા સંતાનોને લઈને એક સપનું જોતી હોય છે. મેં મારી માતાના સપના પૂર્ણ ના કર્યા. હું મારી જાતને તેમનો ગુનેગાર માનું છું. જણાવી દઈએ કે PM મોદી તેમની માતા હિરાબાને લઈને વધુ લાગણીશીલ છે. પીએમ મોદી જ્યારે પણ અમદાવાદની મુલાકાત લે ત્યારે સમય કાઢી તેમની માતાને મળવા રાણીપ જરૂર જતા હતા. ખાસ કરીને તેમના જન્મ દિવસે અથવા તો કોઈ મહત્વની બાબત હોય ત્યારે માતાના આર્શીવાદ લેવા અને તેમની સાથે સમય પસાર કરતા. PM મોદી માટે માતા હીરાબા વગરની આ પ્રથમ લોકસભા ચૂંટણી છે. ગત વર્ષે માતા હીરાબાનું વય સંબંધિત બીમારીને પગલે નિધન થયું હતું.

નોંધનીય છે કે આજે દેશમાં અનેક સ્થાનો પર લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે અનેક દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ થશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવાએ મતદાન કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ