મન કી બાત/ કોરોના સંકટ વચ્ચે PM મોદી આજે દેશવાસીઓ સમક્ષ કરશે ‘Mann Ki Baat’

દેશમાં કોરોનાવાયરસ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે. વડા પ્રધાન મોદીનાં માસિક રેડિયો કાર્યક્રમનો આ 76 મો એપિસોડ છે.

Top Stories India
cartoon 12 કોરોના સંકટ વચ્ચે PM મોદી આજે દેશવાસીઓ સમક્ષ કરશે 'Mann Ki Baat'

દેશમાં કોરોનાવાયરસ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે. વડા પ્રધાન મોદીનાં માસિક રેડિયો કાર્યક્રમનો આ 76 મો એપિસોડ છે. સવારે 11 વાગ્યે મન કી બાતનો કાર્યક્રમ શરૂ થશે. તે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શનનાં દરેક નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ www.newsonair.com અને newsonair Mobile એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે.

દિલ્હીવાસીઓ સાવધાન ! / રાજધાનીમાં વધુ એક અઠવાડિયા સુધી વધી શકે છે લોકડાઉન, આજે જાહેર થઇ શકે છે ….

દેશમાં વડા પ્રધાન મોદીનાં માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું આયોજન દેશમાં કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસની વચ્ચે કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ દરમિયાન, પીએમ મોદી કોરોના સંક્રમણ, રસી અને ઓક્સિજનની અછત પર પણ વાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, આ સમયે ઓક્સિજનની અછતને કારણે દેશમાં ચકચાર મચી છે.

મહત્વના સમાચાર / વાહનોના દસ્તાવેજ પૂરતા ન હોય તો ચેતજો, મુખ્યમંત્રી રૂપાણીએ કરી આવા વાહનચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાતની જાહેરાત

આપને જણાવી દઈએ કે, 3 ઓક્ટોબર 2014 નાં રોજ, પીએમ મોદીનાં ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ થયો હતો. ત્યારથી, તે સમયથી આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. મહિનાનાં અંતિમ રવિવારે પીએમ મોદી રેડિયો દ્વારા જનતા સાથે તેમની ‘મન કી બાત’ વિશે વાત કરે છે. આ વિશેષ કાર્યક્રમો 18 પ્રાદેશિક ભાષાઓ અને 33 બોલીઓમાં પણ પ્રસારિત થાય છે. તાજેતરમાં જ આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે આ પ્રોગ્રામ પર 7.29 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે આનાથી ઓલ ઇન્ડિયા રેડિયોને 30.28 કરોડની આવક થઈ છે. વડાપ્રધાન મોદીએ તેમના છેલ્લા કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે હું ‘મન કી બાત’ કરું છું ત્યારે લાગે છે કે હું તમારા પરિવારનાં સભ્ય તરીકે તમારી વચ્ચે હાજર છું. લોકો પીએમ મોદીનાં આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે આ સમયે લોકોને એવી આશા છે કે વડાપ્રધાન મોદી દેશમાં ચાલી રહેલા સંકટને દૂર કરવા કોઇ ખાસ ચર્ચા કે કોઇ ચોક્કસ નિર્ણયો લેવા વિશે ચર્ચા કરી શકે છે.

Untitled 42 કોરોના સંકટ વચ્ચે PM મોદી આજે દેશવાસીઓ સમક્ષ કરશે 'Mann Ki Baat'