ગુજરાતનાં નર્મદા જીલ્લામાં કેવડિયા કોલોનીમાં મોદી ઓલ ઇન્ડિયા ડીજીપી (ડાયરેક્ટર જનલર ઓફ પોલીસ) અને આઈજીપી (ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ)ની વાર્ષિક કોન્ફરન્સ સંબોધશે. યુનિયન મીનીસ્ટર રાજનાથસિંહે ગઈકાલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલાં ટેન્ટ સિટીમાં યોજાઈ છે. નરેન્દ્ર મોદી, હોમ મીનીસ્ટર રાજનાથસિંહ અને સ્ટેટ હોમ મીનીસ્ટર હંસરાજ આહિર કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થઇ રહેલી પરેડમાં હાજર રહ્યાં હતા.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યોજાઈ હતી.
આ સિવાય નરેન્દ્ર મોદી દિલ્લી જતાં પહેલાં બીજેપી મહિલા કાર્યકર અને નેતાઓને આવતીકાલે ગાંધીનગર નજીક અડાલજ ગામમાં મળશે.