નવી દિલ્હીઃ PM મોદી આજે સાંજે સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં સહકર્મીઓ સાથે ‘The Sabarmati Report’ ફિલ્મ નિહાળશે. સંસદમાં શિયાળા સત્રની એક પણ દિવસ કામગીરી ચાલી શકી નથી, ત્યારે સોમવારે શિયાળા સત્ર શરૂઆત થયાની સાથે જ વિપક્ષી સાંસદોએ અદાણીના મુદ્દાને લઈને હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ સંસદ સ્થગિત કરવામાં આવી હતી.
PM નરેન્દ્ર મોદી સાંજે સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં સહકર્મીઓ સાથે ‘The Sabarmati Report’ ફિલ્મ નિહાળશે. એમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે. એક્તા કપૂર અને વિક્રાંત મેસીની ગોધરાકાંડ આધારીત બનેલી ‘The Sabarmati Report’ ફિલ્મને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કરમૂક્ત કરવામાં આવી છે.
PM મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે, તે એક વકીલની ભૂમિકા ભજવે છે જે ન્યાય માટે લડે છે. આ ફિલ્મ સમર કુમાર નામના પત્રકારની આસપાસ ફરે છે. અંગ્રેજી લોકો પત્રકારોને હલકી કક્ષાની નજરે જુએ છે, જે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સમર ગોધરાની ઘટનાના નક્કર પુરાવા શોધી કાઢે છે અને પછી ખોટા સમાચારો બતાવતી મીડિયા ચેનલો અને ભ્રષ્ટાચારને પડકારે છે.
વિક્રાંત મેસીએ સોમવારના સંકેત આપ્યા છે કે, થોડા સમય માટે અભિનયથી દૂર રહેશે. મેસીની છેલ્લી ફિલ્મ 15 નવેમ્બરે ‘The Sabarmati Report’ રિલીઝ થઈ હતી. ‘12th Fail’ અને ‘Sector 26‘ જેવી ફિલ્મોથી અભિનયમાં આગવી ઓળખ મેળવી છે. મેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઈન્સ્ટાગ્રામ’ પર લખ્યું, ‘તમારા સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. જો કે, જેમ જેમ હું જીવનમાં આગળ વધતો ગયો તેમ તેમ મને અહેસાસ થયો કે પતિ, એક પિતા અને એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.’
આ પણ વાંચો: ધ સાબરમતી રિપોર્ટઃ વિક્રાંત મેસીની ‘સાબરમતી રિપોર્ટ’નું હ્રદયસ્પર્શી ટીઝર રિલીઝ
આ પણ વાંચો: સાબરમતી રિપોર્ટ’, એક હ્રદયસ્પર્શી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ, નવી રિલીઝ ડેટ લૉક