વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. PM Modiએક દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન રાજ્યમાં ઘણી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. એક દિવસીય પ્રવાસ દરમ્યાન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની સુવર્ણ જ્યંતિની ઉજવણીમાં પણ ભાગી લીધો હતો. પીએમ મોદી સુરતમાં કાકારાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનમાં ઉત્પન્ન થનારી 1400 મેગાવોટની ક્ષમતાયુક્ત જળ રિએક્ટર (પીએચડબલ્યુઆર) રાષ્ટ્રને સમર્પિત કરશે.
પીએમ મોદીનો ખેડૂતોને સંદેશ
વડાપ્રધાન મોદીએ મોઢેરાના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે લોકોને શુભેચ્છા પાઠવ્યા બાદ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો. અમૂલ ડેરી સાથે રાજ્યના લાખો ખેડૂતો સંકળાયેલા છે. તેથી ડેરીના સુવર્ણ જ્યંતિ પ્રસંગે રાજ્યના તમામ ખેડૂતોએ હાજરી આપી હતી. પંજાબ ખેડૂતોના આંદોલન વચ્ચે ગુજરાત પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ખેડૂત શબ્દનો અનેકવાર ઉલ્લેખ કર્યો હતો.પીએમ મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતો અને તેમને ખેતી કરવામાં ઉદભવતી સમસ્યાથી તેઓ માહિતગાર છે. પીએમ મોદીએ ગુજરાતના’ અમૂલ’ ડેરી મોડલના વખાણ કરીને ખેડૂતોને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારનો ભાર ખાદ્ય પ્રદાતાને ઉર્જા પ્રદાતા તેમજ ખાતર પ્રદાતા બનાવવા પર છે. વડાપ્રધાને ખેડૂતોની પ્રગતિ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
‘અમૂલ’ મોડલ ‘અમૂલ્ય’ પીએમ મોદીએ કરી પ્રશંસા
અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, સશક્તિકરણ, આધુનિકતા, આત્મનિર્ભરતા, મોટા સપના, સંકલ્પો અને સિદ્ધિઓ. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે અમૂલ એક ઉદાહરણ છે કે કેવી રીતે આગળની વિચારસરણી સાથે લેવાયેલા નિર્ણયો ભવિષ્યની પેઢીઓનું ભાગ્ય બદલી નાખે છે. આજે અમૂલ પાસે વિશ્વભરમાં 50 થી વધુ ઉત્પાદનો ઉપલબ્ધ છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં પણ 40 ટકાનો વધારો થયો છે. વિશ્વમાં ડેરી ઉદ્યોગ 2 ટકાના દરે વધી રહ્યો છે. ભારતમાં ડેરી ઉદ્યોગ 6 ટકાના દરે વધી રહ્યો છે. ભારતમાં ડેરી ઉદ્યોગ વિકસવા અને દૂધ ઉત્પાદનમાં વધારો થવા પાછળનું મુખ્ય અને મહત્વનું પરિબળ ‘અમૂલ’ છે.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે પહેલીવાર કેન્દ્રીય સહકાર મંત્રાલય બનાવ્યું છે. બે લાખથી વધુ ગામડાઓમાં સહકારી મંડળીઓની રચના થઈ રહી છે. આના દ્વારા અમે નાના ખેડૂતોને કૃષિ ઉદ્યોગસાહસિક અને નિકાસકારો બનાવવા માંગીએ છીએ. PM મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતી ઉજવણીમાં કહ્યું હતું કે આજે અમારી સરકાર પણ મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે સર્વાંગી કાર્ય કરી રહી છે. ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ છે. અમૂલ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે આગળ વિચારીને લીધેલા નિર્ણયો ક્યારેક ભવિષ્યની પેઢીઓનું ભાગ્ય બદલી નાખે છે. અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ એકસાથે જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. અને આજે આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.
બાપુના શબ્દોને કર્યા યાદ
પીએમ મોદીએ કહ્યું કે અમારું ધ્યાન એ વાત પર છે કે નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સુધારી શકાય? પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધારવો, પશુઓનું આરોગ્ય કેવી રીતે સુધારવું. પીએમ મોદીએ કહ્યું કે સરકારે ગામડાઓમાં પશુપાલન તેમજ માછલી ઉછેર અને મધમાખી ઉછેરને કેવી રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ? સરકાર આ દિશામાં મજબૂતીથી કામ કરી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના એક વાક્યનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાપુ કહેતા હતા કે દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ગામના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ. અગાઉ તેમના સંબોધનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી
આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ
આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…
આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત