વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમમાં આવતીકાલે એરપોર્ટથી કામલમ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે બપોરે પરિણામો જાહેર થયાં બાદ શનિવારે 12મી તારીખે મોદી અને અમિત શાહ સાથે ના રક્ષા શક્તિ યુનિવર્સિટી ના કાર્યક્રમ દરમિયાન પણ રોડ શો નક્કી કરવામાં આવ્યો છે જેમાં ગાંધીનગર થી દહેગામ સુધી રોડ શો યોજાશે જેમાં મોદી સાથે શાહ પણ જોડાય તેવી શક્યતા છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે રોડ શૉ આયોજીત થશે.
ઉત્તર પ્રદેશ સહિતની ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની શાનદાર ઉજવણી કરવા માટે આવતીકાલથી બે દિવસના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, જેમાં આવતીકાલે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ 12મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગાંધીનગરથી દહેગામ સુધીનો રોડ શો કરે તે માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
આવતીકાલે નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટથી કમલમ રોડ શૉ બાદ 12 માર્ચે ગાંધીનગર દહેગામ રોડ શો આયોજિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે 11મી અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શો ઉપરાંત બીજા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ 12 માર્ચે વડાપ્રધાન મોદીનો ગાંધીનગરથી દહેગામ સુધી રોડ શો યોજાશે. નોંધનીય છે કે, આગામી 12 માર્ચે નરેન્દ્ર મોદી દહેગામ પાસેના લવાડ ખાતેની રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં ખાસ હાજર રહેવાના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદી સચિવાલય હેલિપેડથી હેલિકોપટર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સીટી પહોંચવાના હતાં. પરંતુ નવા નિર્ણય મુજબ હવે નરેન્દ્ર ભાઈ બાય રોડ રક્ષા શક્તિ યુનિવર્સીટી ખાતે ઉપસ્થિત રહેશે. જોકે નરેન્દ્ર મોદીના રોડ શો દરમ્યાન કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે નહીં અને પંજાબ જેવી કાફલો રોકવાની ઘટના બને નહીં તે માટે રાજ્યનું ગુપ્તચર તંત્રને આજથી જ દોડતું કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે ગાંધીનગરથી દહેગામ વચ્ચે પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઉપરાંત કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઉપર પણ રોડ શૉ ના પગલે બાજ નજર રાખવામાં આવી હોવાના અહેવાલ છે.