PM Modi Maharashtra Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ શહેરની પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ મેટ્રો લાઇન, કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મુંબઈ મેટ્રો લાઇન 3નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મુંબઈમાં અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. તે જ સમયે, આરે JVLR અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચેની મુંબઈ મેટ્રો લાઇન 3 નો 12.69 કિમીનો વિસ્તાર આંશિક રીતે ખોલવામાં આવશે.
પીએમ મોદીએ X પર આ લખ્યું
મુંબઈ મુલાકાત અંગે પીએમ મોદીએ X પર લખ્યું કે આવતીકાલે મહારાષ્ટ્રમાં અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસમાં વિકાસ અને વિરાસતનો સંગમ જોવા મળશે. હું સવારે 11.30 વાગ્યે વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમના ઉદ્ઘાટન બાદ ખેડૂતોના કાર્યક્રમનો ભાગ બનીશ. આ પછી હું થાણેમાં વિકાસ કાર્યક્રમમાં ભાગ લઈશ.
PM મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ વાશિમ જશે અને પોહરાદેવી સ્થિત જગદંબા માતાના મંદિરના દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિમાં પણ શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન થાણેમાં રૂ. 32800 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ BKC અને સાંતાક્રુઝ સ્ટેશન વચ્ચે મેટ્રોમાં પણ મુસાફરી કરશે.
આ પણ વાંચો: પરિણીત મહિલા લગ્નના બહાને બળાત્કાર થયાના આરોપ લગાવી શકે નહિ’ બોમ્બે હાઈકોર્ટે મોટી ટિપ્પણી
આ પણ વાંચો: ‘ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર’ CJI ચંદ્રચૂડે બોમ્બે હાઈકોર્ટના નવા સંકુલના શિલાન્યાસ પ્રસંગે આપ્યું નિવેદન
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રના ફેક્ટ ચેક યુનિટને આપ્યો ફટકો, આઈટી નિયમોમાં ફેરફારને ગેરબંધારણીય જાહેર કર્યો