વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની જશે. PM જર્મન પ્રેસિડેન્સી હેઠળ G7 સમિટ માટે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 26-27 જૂનના રોજ જર્મનીમાં શ્લોસ એલમાઉની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ PM મોદી આજે રાત્રે જર્મનીના પ્રવાસ માટે રવાના થશે.
એવું માનવામાં આવે છે કે, પીએમ મોદી સમિટ દરમિયાન પર્યાવરણ, ઉર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય, લિંગ સમાનતા અને લોકશાહી જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકા જેવા અન્ય લોકશાહી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજનેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
વડાપ્રધાન મોદી ભાગ લેનાર કેટલાક દેશોના રાજકારણીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વાસ્તવમાં, G7 સમિટનું આ આમંત્રણ ભારત અને જર્મની વચ્ચે મજબૂત અને ગાઢ ભાગીદારી અને ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કોની પરંપરાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.જણાવી દઈએ કે, પીએમ મોદીની જર્મનીની છેલ્લી મુલાકાત મે 2022માં થઈ હતી. ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)ની છઠ્ઠી આવૃત્તિ માટે PM મોદીની આ મુલાકાત હતી.
PM મોદી UAEની મુલાકાતે છે
G7 સમિટમાં હાજરી આપ્યા બાદ PM મોદી 28 જૂન 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે. માહિતી અનુસાર, અહીં તેઓ સંયુક્ત આરબ અમીરાતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક હિઝ હાઈનેસ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કરશે. વડા પ્રધાન મોદી યુએઈના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે ચૂંટાયેલા મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને પણ અભિનંદન આપશે. વડાપ્રધાન મોદી એ જ રાત્રે એટલે કે 28 જૂને UAEથી રવાના થશે.
આ પણ વાંચો:પાકિસ્તાનની ખૂલી પોલ : 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ સાજિદ મીર છે જીવતો, ISIએ કહ્યું હતું …