- પીએમ મોદી આજે કરશે પરીક્ષા પે ચર્ચા
- દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ
- ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ થશે સહભાગી
- રાજ્યમાં ઠેર-ઠેર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
- વિદ્યાર્થી અને શિક્ષકો સાથે કરશે ચર્ચા
- 11 કલાકે શરૂ થશે‘પરીક્ષા પે ચર્ચા’નું પાંચમું સંસ્કરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પાંચમી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 સુધીના વર્ગના બાળકો હાજરી આપવામાં આવશે. પીએમ મોદી પરીક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે અને તેમના મનમાં પરીક્ષા દરમિયાન તણાવ ઓછો કરવાની ટિપ્સ પણ આપશે. આપને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ 2018 માં શરૂ થયો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યા હતા.
15 લાખ વિદ્યાર્થીઓએ કારવ્યું સજીસ્ટ્રેશન
આ વખતે પરીક્ષા અંગે ચર્ચા કરવા માટે લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ નોંધણી કરાવી છે. પીએમ મોદીના આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે 2021માં કોરોનાને કારણે યુટ્યુબ ચેનલ પર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને કર્યું ટ્વીટ
એક ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આ વર્ષે પરીક્ષા પર ચર્ચા માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. લાખો બાળકોએ તેમની મૂલ્યવાન ટીપ્સ અને અનુભવો શેર કર્યા છે. આમાં સહયોગ આપનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો હું આભાર માનું છું. આપ સૌ 1 એપ્રિલના આ કાર્યક્રમની રાહ જોતા હશો.
શા માટે આ કાર્યક્રમનું કરવામાં આવ્યું છે આયોજન?
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની ભાવનાને વેગ આપવાનો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ પીએમ મોદીને સરળ પ્રશ્નો પૂછે છે અને પીએમ મોદી તેના જવાબ આપે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને વાર્તાઓ પણ સંભળાવી. પીએમ મોદીના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટેન્શન ફ્રી રાખવાનો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું – પરિક્ષા પે ચર્ચા એ બહુપ્રતિક્ષિત વાર્ષિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પરીક્ષાના તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપે છે.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તમે આ કાર્યક્રમને દૂરદર્શનની ચેનલો તેમજ શિક્ષણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પર લાઈવ જોઈ શકશો.
આ પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્વ બાદ રશિયાના વિદેશ મંત્રી પહેલીવાર ભારત આવ્યા,આજે એસ.જયશંકર સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો :કાશ્મીરમાં સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર
આ પણ વાંચો : LPG સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો,છેલ્લા બે મહિનામાં 346નો કર્યો વધારો
આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1335 કેસ,52 દર્દીઓના મોત