Singapore News/ PM મોદીની સિંગાપુરમાં જોવા મળી અલગ સ્ટાઈલ, જોરશોરથી વગાડ્યા ડ્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ અલગ અંદાજમાં જોવા મળ્યા અને અહીં હાજર કલાકારો સાથે જોરશોરથી ડ્રમ વગાડ્યા.

Trending World
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 04T184546.148 1 PM મોદીની સિંગાપુરમાં જોવા મળી અલગ સ્ટાઈલ, જોરશોરથી વગાડ્યા ડ્રમ

Singapore News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ અલગ અંદાજમાં જોવા મળ્યા અને અહીં હાજર કલાકારો સાથે જોરશોરથી ડ્રમ વગાડ્યા. આ દરમિયાન લોકોમાં પણ અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન વિદેશ પ્રવાસ દરમિયાન અલગ અંદાજમાં જોવા મળ્યા હોય.

પીએમ મોદીએ ઢોલ વગાડ્યો

પીએમ મોદી જેવો જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે.

શું કહ્યું પીએમ મોદીએ?

સિંગાપોર પહોંચ્યા બાદ મોદીએ ‘X’ પર કહ્યું, “હું સિંગાપોર પહોંચી ગયો છું. હું ભારત-સિંગાપોર મિત્રતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી ઘણી બેઠકોની રાહ જોઈ રહ્યો છું. ભારતમાં થઈ રહેલા સુધારાઓ અને આપણી યુવા શક્તિની પ્રતિભા આપણા દેશને રોકાણ માટેનું એક આદર્શ સ્થળ બનાવે છે. અમે ગાઢ સાંસ્કૃતિક સંબંધો માટે પણ ઉત્સાહિત છીએ.”

આ પણ જાણો

પીએમ મોદી સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે અને દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુલાકાત સિંગાપોર અને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વચ્ચે તાલમેલ વધારશે. બંને દેશોના વડાપ્રધાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેન્ટરની પણ મુલાકાત લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી આજે સિંગાપોરની મુલાકાત લેશે, સંરક્ષણ અને ઉર્જા મામલે મહત્વની ચર્ચા

આ પણ વાંચો:PM મોદી આવતીકાલે બ્રુનેઈ-સિંગાપોરની મુલાકાત લેશે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સુધારવા પ્રયાસ

આ પણ વાંચો:PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી