Election/ PM મોદીના માતાશ્રી હિરાબાએ ગાંધીનગરમાં મતદાન કર્યુ

હિરાબાએ ગાંધીનગરના રાયસણ બુથ વોર્ડ નં 10માં મતદાન કર્યો છે, હિરાબાએ 99 વર્ષે મતદાન કરીને લોકશાહી પર્વ માટે ઉત્તમ દષ્ટાંત પુરો પાડ્યો છે

Top Stories
hiraba PM મોદીના માતાશ્રી હિરાબાએ ગાંધીનગરમાં મતદાન કર્યુ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણી યોજાઇ રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે ,લોકો ભારે ઉત્સાહભેર ચૂંટણીમાં ભાગ લઇ રહ્યા છે.આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાએ પણ ચૂંટણીમાં મતદાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન હાલ થોડા સમય પહેલા જ કર્યું છે. હિરાબાએ ગાંધીનગરના રાયસણ બુથ વોર્ડ નં 10માં મતદાન કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિરાબા 99 વર્ષે પણ મતદાન કરીને લોકશાહી પર્વ માટે ઉત્તમ દષ્ટાંત પુરો પાડ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે,પહેલીવાર ગાંધીનગર ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી લડી રહી છે. જેના લીધે મુકાબલો વધારે રસાકસીવાળો બન્યો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળતો હતો પરતું હવે આપની એન્ટ્રી થતાં સમીકરણો બદલાયા છે. આજે ગાંધીનગર ચૂંટણી પર મતદાન છે અને સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે મતદાન હાલ શરૂ થઇ ગયો છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે