ઉત્તર પ્રદેશમાં ચૂંટણીલક્ષી હલચલ શરૂ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ કમર કસી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપનાં નવા ઉપપ્રમુખ અને પૂર્વ અધિકારી એકે શર્મા પણ હવે ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. એકે શર્મા કહે છે કે, યુપીનાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે પણ તેટલો જ પ્રેમ કરે છે, જેટલો 2014 માં તેઓ કરતા હતા. આવી સ્થિતિમાં ચૂંટણી જીતવા માટે માત્ર તેમનુ નામ જ પૂરતું છે.
ભાવ વધારો / છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ
આ જ મહિનાની 20 મી તારીખે યુપી ભાજપનાં પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહને લખેલા પત્રમાં એકે શર્માએ કહ્યું હતું કે, “હું માનું છું કે યુપીનાં લોકો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેટલો જ પ્રેમ કરે છે, જેટલો તેઓ 2013-14 માં કરતા હતા. ચૂંટણી જીતવા માટે એકલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પૂરતું છે. એ.કે.શર્માએ કહ્યું કે, તે પોતાની તરફથી શ્રેષ્ઠ કામ કરશે. મને ખાતરી છે કે તમારા અને સીએમ યોગી આદિત્યનાથનાં નેતૃત્વમાં ગત વિધાનસભાની ચૂંટણીઓ કરતા ભાજપને વધુ બેઠકો મળશે. એકે શર્માએ પોતાના પત્રમાં રાજ્ય ભાજપનો આભાર માન્યો છે. એકે શર્માએ કહ્યું કે, 2001 થી 2021 દરમ્યાન મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક મળી હતી. આવી સ્થિતિમાં, હું તે અનુભવનો અહીં ઉપયોગ કરવા માંગુ છું.
આશ્ચર્યચકિત ઘટના / સૌરાષ્ટ્રના આકાશમાં UFO જેવી વસ્તુ દેખાઈ, સોરઠ-ઉપલેટામાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા,ભારે કુતૂહલ
આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકનાં અધિકારીઓમાં એકે શર્મા હતા. તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેમને એમએલસી પણ બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, અટકળો કરવામાં આવી રહી હતી કે યુપી સરકારમાં એકે શર્માને મોટું પદ મળી શકે, પરંતુ તે થઈ શક્યું નહીં. ભાજપ દ્વારા એમએલસી એકે શર્માને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.