પંજાબમાં ચૂંટણી માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન મોદી પંજાબમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. રાજ્યના મહાસચિવ સુભાષ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી 14, 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબ, માલવા, દોઆબા અને માઝાના ત્રણેય પ્રદેશોમાં 3 જાહેરસભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ જલંધરમાં પહેલી રેલી, 16 ફેબ્રુઆરીએ પઠાણકોટમાં બીજી અને 17 ફેબ્રુઆરીએ અબોહરમાં ત્રીજી રેલીને સંબોધિત કરશે. ભાજપ મહાસચિવે કહ્યું કે વડાપ્રધાનની રેલીઓ રાજ્યનું રાજકીય વાતાવરણ બદલી નાખશે અને એનડીએની ચૂંટણી લડશે. વડાપ્રધાન મોદીની રેલીના કારણે તમામ ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધુ વધશે.
આ પણ વાંચો:મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશાસકની કરાશે નિમણૂંક, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય
ડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ જલંધરમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ડીજીપીથી લઈને સ્થાનિક પોલીસ કમિશનર સુધી તેમની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે એક જાહેર સભાને સંબોધશે. જેના માટે સ્થાનિક ભાજપના નેતાઓએ તૈયારીઓ કરી લીધી છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષા અધિકારીઓની અગ્રણી ટીમ પંજાબ પહોંચી ચૂકી છે અને હેલિકોપ્ટર ઉતારવાને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. ભાજપ તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે, પીએપી મેદાનનો જ જનસભા માટે ઉપયોગ કરવામાં આવે તો સારૂ રહેશે. ભાજપ નેતા સુશીલ શર્માનું કહેવું છે કે, હાલ મેદાન ફાઈનલ નથી કરવામાં આવ્યું, તેના માટે વિચાર કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, 20 ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન યોજાવાનું છે.
આપને જણાવી દઈએ કે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં પોતાની પ્રથમ વર્ચ્યુઅલ રેલી કરી હતી. તેમાં તેમને લુધિયાણા અને ફતેહગઢ સાહિબના લોકોને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પંજાબ માટે આજે વાસ્તવિક પરિવર્તનનો સમય છે. ભાજપ પોતાના સાથીઓની સાથે પંજાબના વિકાસ માટે રોડમેપ લઈને આવી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને નિશાનમાં લેતા જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રહિતમાં કામ કરે છે. ઘણા લોકો શીખ ધર્મનો વિરોધ કરે છે. કોંગ્રેસે શીખ નરસંહાર કરાવ્યો અને ભાજપે સજા અપાવી.
આ પણ વાંચો:ચૂંટણીબુથ પર જવાની જરૂર નથી હવે ઘરબેઠા કરી શકશો મતદાન,જાણો સમગ્ર માહિતી
આ પણ વાંચો:/ જાણો 2022માં ક્યારે થશે ‘સૂર્યગ્રહણ’ અને ‘ચંદ્રગ્રહણ’