Not Set/ PM મોદીની બેંક ડિપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં મોટી જાહેરાત, બેંક ડૂબી તો પણ આટલી રકમ રહેશે સુરક્ષિત

pm મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી છે. હવે જો બેંક ડૂબી જશે તો 5 લાખ રૂપિયા સુધીની રકમ ચોક્કસપણે પરત મળશે.

Top Stories Business
અક્ષત 1 1 PM મોદીની બેંક ડિપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં મોટી જાહેરાત, બેંક ડૂબી તો પણ આટલી રકમ રહેશે સુરક્ષિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 12મી ડિસેમ્બરે બપોરે  વિજ્ઞાન ભવનમાં “થાપણકર્તા ફર્સ્ટ: ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેમેન્ટ અપ કાર્યક્રમને સંબોધન કરતાં એક મોટી જાહેરાત કરી હતી. જે અનુસાર હવેથી હવે બેંક ડૂબશે તો 5 લાખ રૂપિયા સુધીની રકમ ચોક્કસ પરત મળશે. આ સાથે જ કાર્યક્રમમાં પીએમએ આ માટે નક્કી કરેલી મર્યાદા વિશે પણ માહિતી આપી હતી.

પહેલા માત્ર એક લાખ રૂપિયા જ પાછા મળતા હતા

પીએમ મોદીએ કહ્યું, “પહેલા લોકોને બેંકમાં પોતાના પૈસા ફસાયેલા  હોય તો પાછા લેવામાં વર્ષો લાગતા હતા. આપણા નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબો લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને બદલવા માટે અમારી સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી ફેરફારો અને સુધારા કર્યા છે. આપણા દેશમાં, બેંક થાપણદારો માટે વીમાની સિસ્ટમ 60 ના દાયકામાં બનાવવામાં આવી હતી. પહેલા બેંકમાં જમા 50,000 રૂપિયા સુધીની રકમ પર જ ગેરંટી આપવામાં આવતી હતી, ત્યારબાદ તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. અમે આ રકમ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે.

થાપણદારોને ચોક્કસપણે 5 લાખ રૂપિયા મળશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જો આજે કોઈ બેંક ડૂબી જશે, તો થાપણદારોને તેમની થાપણોના બદલામાં ચોક્કસપણે 5 લાખ રૂપિયા સુધી પાછા મળશે. આ સાથે, લગભગ 98% લોકોના ખાતા સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે. આજે થાપણદારોના લગભગ 76 લાખ કરોડ રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આટલું મોટું અને વિસ્તૃત સુરક્ષા કવચ વિકસિત દેશોમાં પણ નથી.

અટકેલી રકમ 90 દિવસમાં મળી જશે
પીએમએ કહ્યું કે કાયદામાં સુધારો કરીને બીજી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં પૈસા ઉપાડવા માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને 90 દિવસ એટલે કે 3 મહિનામાં ફરજિયાત કરી દીધું છે. બેંક ડૂબી જવાના કિસ્સામાં પણ, થાપણદારોને તેમના પૈસા 90 દિવસમાં પાછા મળી જશે. વડા પ્રધાને કહ્યું, “જો આપણે બેન્કોને બચાવવા માગીએ છીએ, તો રોકાણ કરનારાઓને રક્ષણ આપવું પડશે. અમે આ કામ કરીને બેંકોને પણ બચાવી છે અને ગ્રાહકોના પૈસાની પણ રક્ષા કરી છે. અમારી બેંકો થાપણદારો તેમજ આપણી અર્થવ્યવસ્થા માટે વિશ્વાસનું પ્રતીક છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ સંબોધન કર્યું હતું
મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વની બેંકોમાં 60% જેટલી થાપણો આવરી લેવામાં આવે છે. આજે ભારતમાં લગભગ 98% થાપણદારો હવે DICGC દ્વારા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

વિવિધ ખાતાઓમાં જમા રકમ પર નવો નિયમ લાગુ થશે

ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, ફિક્સ્ડ ડિપોઝિટ જેવી તમામ પ્રકારની થાપણોને આવરી લે છે.
તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત રાજ્ય, કેન્દ્રીય અને પ્રાથમિક સહકારી બેંકોને પણ તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે. આરબીઆઈના નવા નિયમો અનુસાર, બેંકમાં જમા રકમનું વીમા કવર હવે 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. થાપણકર્તા દીઠ રૂ. 5 લાખના થાપણ વીમા કવરેજના આધારે, બેંક દીઠ, ગયા નાણાકીય વર્ષના અંત સુધી સંપૂર્ણ સલામત ખાતાઓની સંખ્યા 80 ટકાના આંતરરાષ્ટ્રીય ધોરણની સામે કુલ ખાતાઓની સંખ્યાના 98.1 ટકા હતી.

7મું પગાર પંચ /કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં જબરદસ્ત ભેટ મળશે, DA, HRA વધશે…

SBI એલર્ટ /શનિવાર અને રવિવારે 300 મિનિટ માટે ઈન્ટરનેટ બેન્કિંગ રહેશે બંધ, જાણો કારણ…