વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલી જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી બાલીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેશે. પીએમ બાલીમાં લગભગ 45 કલાક રોકાશે. આ દરમિયાન તેઓ વિશ્વના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરશે.
બાલી જતા પહેલા પીએમ મોદી એ ટ્વીટ કર્યું કે તેઓ G-20 સમિટમાં ભાગ લેવા બાલી જઈ રહ્યા છે. મને વિશ્વના વિવિધ નેતાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરવાની તક મળશે. હું એક સમુદાયના કાર્યક્રમને પણ સંબોધિત કરીશ.
પીએમ મોદી બાલીમાં 45 કલાક રોકાશે
G-20 સમિટ 15-16 ઓગસ્ટના રોજ બાલીમાં યોજાઈ રહી છે. ભારત 1 ડિસેમ્બર 2022 થી G-20 ના અધ્યક્ષ બનશે. ભારત પાસે એક વર્ષ માટે G-20નું પ્રમુખપદ રહેશે. આગામી G-20 સમિટ ભારતમાં યોજાશે. આ સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું છે કે હું આગામી વર્ષની સમિટ માટે જી-20 સભ્યોને મારું વ્યક્તિગત આમંત્રણ આપીશ. પીએમ નરેન્દ્ર મોદી બાલીમાં 45 કલાક રોકાશે. આ દરમિયાન તેઓ 20 કાર્યક્રમોમાં ભાગ લેશે અને વિશ્વના નેતાઓ સાથે 10 દ્વિપક્ષીય બેઠક કરશે.
આ પણ વાંચો:રાજસ્થાન પોલીસે ઉદયપુર રેલવે ટ્રેક પર બનેલી વિસ્ફોટની ઘટનાને આતંકવાદી ગણાવી
આ પણ વાંચો:પંજાબના અમૃતસરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ 145 કિલોમીટર દૂર
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પરથી રૂ. 32 કરોડનું 61 કિલો સોનું જપ્ત, સાતની