નવી દિલ્હી/ PM નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, રાષ્ટ્રપતિએ સુરક્ષામાં ખામી અંગે વ્યક્ત કરીચિંતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમજ બુધવારે વડાપ્રધાનની સુરક્ષામાં રહેલી ચૂક અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Top Stories India
રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમજ બુધવારે વડાપ્રધાનની સુરક્ષામાં રહેલી ચૂક અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેવા પંજાબના ભટિંડા પહોંચેલા વડાપ્રધાન મોદીને હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર લઈ જવાના હતા, પરંતુ વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે, તેઓ હવામાન સાફ થવાની લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગશે.

આ પણ વાંચો :કોરોનાથી બચવું છે તો લગાવો વેકસીનના 11 ડોઝ, બિહારમાં એક વૃદ્ધના દાવાની થશે તપાસ

“સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે વિરોધીઓએ રસ્તો રોકી દીધો. વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પંજાબ સરકારે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. તપાસ ટીમ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.

આ પણ વાંચો :દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુરુવારે, આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં પીએમની સુરક્ષામાં ક્ષતિની સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. આ મામલો શુક્રવારે સુનાવણી માટે આવશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ અરજીકર્તાને અરજીની નકલ કેન્દ્ર અને પંજાબ સરકારને સોંપવા કહ્યું.

આ પણ વાંચો : J & K ના આ 3 પૂર્વ CM ની સુરક્ષામાં મુકાયો કાપ, હવે ઓછા થશે SSG ના જવાનો

આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી ભારતી પવાર કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આટલા ડોકટરો થયા કોરોના સંક્રમિત,જાણો વિગત