પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સામે સીબીઆઈએ શનિવારે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ નીરવ સામે ગુનાહિત ધાકધમકીના આરોપો ઉમેર્યા છે. સીબીઆઈનું કહેવું છે કે તેણે ભારત પરત ફરતા તેની નકલી કંપનીના ડિરેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
તપાસ એજન્સીએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે નીરવે ડિરેક્ટર આશિષ મોહનભાઇ લાડને ધમકી આપી હતી કે જો તે કૈરોથી ભારત પાછો આવે તો તેની હત્યા કરવામાં આવશે. સીબીઆઈનું કહેવું છે કે ધરપકડ થી બચવા માટે લાડ દુબઇથી કૈરો જતા રહ્યા છે. જૂન 2018 માં જ્યારે તેણે કૈરોથી ભારત પાછા આવવાનું વિચાર્યું ત્યારે નેહલ મોદીએ નીરવ વતી તેમની પાસે સંપર્ક કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, ‘તપાસમાં બહાર આવ્યું છે કે નીરવ મોદીના આશિષ મોહનભાઇ લાડને ધમકીભર્યા કોલ આવ્યા બાદ આરોપી નેહલ મોદીએ યુરોપ આવ્યા ત્યારે તેમને 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી. જેથી તે યુરોપિયન કોર્ટમાં વકીલ અને ન્યાયાધીશ સમક્ષ નીરવ મોદીની તરફેણમાં નિવેદન આપી શકે જેથી તેઓ મદદ કરી શકે. જો કે, લાડ એ તેના માટે પણ ના પડી હતી.
આ કૌભાંડ સંદર્ભે ચાલી રહેલા સુનાવણીમાં નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયો છે. નીરવ હાલમાં દક્ષિણ-પશ્ચિમ લંડનની વાડસવર્થ જેલમાં બંધ છે અને તે તેના મામા મેહુલ ચોક્સી સાથે પંજાબ નેશનલ બેંક કૌભાંડના કેસમાં આરોપી છે.
આ વર્ષે માર્ચમાં, 48 વર્ષીય નીરવને આ કેસના સંબંધમાં સ્કોટલેન્ડ યાર્ડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સીઓ અને અદાલતો દ્વારા વારંવાર સમન્સ લેવા છતાં તે ભારત પરત ફર્યો નથી. ભારત તેનું પ્રત્યાર્પણ ઇચ્છે છે જેથી તેને આક્ષેપિત આર્થિક ગુનાના ગુના માટે કાયદા સમક્ષ લાવવામાં આવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.