ગાંધીનગર,
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, જસદણ પેટાચૂંટણીમાં ભાજપ સરકાર પોતાની હાર જોઈ રહી છે. અને એટલે જ ભાજપ સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ શરૂ કરી દીધો છે.
live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, બે વાગ્યા સુધી 51 ટકા મતદાન થયું
જસદણના ભાડલા પોલીસ દ્વારા હમણાં જ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને કાર્યકરો ઉપર ડંડાવાળી અને લાઠીઓ વરસાવી હતી. કાર્યકરોના મોટર સાઇકલના કાચ તોડી નાખ્યા હતા અને કાર્યકરોને પોલીસસ્ટેશન લઈ જવાયા છે.
જસદણના વિરનગર ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ,ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરી કર્યો વિરોધ
જ્યારે બીજી બાજુ ભાજપના આઠ જેટલા સંસદ સભ્યો અને 50 જેટલા ધારાસભ્યો જસદણમાં ફરી રહ્યા છે અને લોકોને લાલચ આપી તેમજ ધાક-ધમકી દ્વારા ભાજપને વોટ આપવા ચલાવી રહ્યા છે. પરંતુ મને વિશ્વાસ છે કે જનતા કોંગ્રેસને વોટ આપીને મંત્રીશ્રી કુવરજી બાવળીયાને ઘરભેગા કરશે.