Not Set/ ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને અપાશે આટલા લાખનું ઇનામ

હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે

Gujarat Others
AAP IN GUJARAT 3 ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને અપાશે આટલા લાખનું ઇનામ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું  હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.

july 1 ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને અપાશે આટલા લાખનું ઇનામ

ઉલ્લેખનીય છે કે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આશરે બે મહિના અગાઉ મધરાતે 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા.  કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં 12 દર્દી વેન્ટિલેટર પર હતા અને 2 દર્દી બાઇપેપ પર હતા. રાત્રે 12.30 વાગ્યે 5 નંબરના બેડ પાસેના વેન્ટિલેટરમાં સ્પાર્ક સાથે આગ ફાટી નીકળી હતી.

નાસભાગ વચ્ચે સેનિટાઇઝર ઢોળાઈ જતા આગ પ્રસરી હતી. આગની ઝપેટમાં ડ્યુટી પરની નર્સના પીપીઇ કિટ પણ આવી ગઈ હતી. જેના કારણે 2 નર્સના પણ કરુણ મોત થયાં હતાં. જોતજોતામાં ઘટનાસ્થળે 4 હજાર લોકો ઉમટી આવ્યા હતા. તથા બચાવ અભિયાન શરૂ કર્યું હતું. લોકોએ મળીને તત્કાળ 35 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.