Ahmedabad News : આ કેસની માહિતી મુજબ ફરીયાદી તથા તેમના મિત્રો વિરૂધ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરધસ નહીં કાઢવા, માર નહી મારવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ અમનકુમાર એસ.ચૌહાણે ફરીયાદી પાસે પ્રથમ રૂ.૪,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકાના અંતે રૂ.૧,૦૦,૦૦૦/- નકકી કરી હતી. જેમાં ચૌહાણે ફરીયાદી પાસેથી જે તે સમયે રૂ.૩૫૦૦૦/- લઈ લીધા હતા.
બાકીના રૂ.૬૫૦૦૦/- ની લાંચની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીની ટીમે નિકોલમાં કલ્પતપૂ સ્પા, શિવ બિઝનેશ હબ ખાતે ગોઠવેલા છટકામાં આરોપી કોન્સ્ટેબલ અમનકુમાર ચૌહાણ રૂ.65,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:આણંદમાં જનસંવાદ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલે તલાટીઓને કરી ટકોર
આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરે પુષ્પાંજલિ અર્પી