National/ પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં સફાઈ કામદારના મોત બાદ રાજકીય હંગામો

વાલ્મિકી સમાજના અરૂણ કુમારની પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી. યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે પરંતુ આ મહિનાની શરૂઆતથી જ યુપીમાં રાજકીય ગરમાવો વધી રહ્યોછે. 

Top Stories India
અરૂણ કુમારની પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં સફાઈ

યુપીના આગ્રામાં કથિત રીતે પોલીસ કસ્ટડીમાં એક વાલ્મિકી સમાજના યુવકના મોત બાદ ભારે હંગામો મચી ગયો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, જે યુવકના પરિવારને મળવા જઈ રહ્યા હતા, તેમને આગ્રાના એક્સપ્રેસ વે પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. આરોપ છે કે પોલીસ કસ્ટડીમાં માર મારવાના કારણે અરુણ કુમાર નામના સફાઈ કામદારનું મોત થયું હતું. વાલ્મિકી સમાજના અરૂણ કુમારની પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી. યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે પરંતુ આ મહિનાની શરૂઆતથી જ યુપીમાં રાજકીય ગરમાવો વધી રહ્યોછે.

આગ્રા જવાથી રોકવામાં આવતાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે “પોલીસની સ્થિતિ જ એવી બની ગઈ છે કે તેઓ કંઇ પણ કહી શકતા નથી. તેના અધિકારીઓ પણ જાણે છે કે આ ખોટું છે અને તેની પાછળ કાયદો અને વ્યવસ્થાનો કોઈ મુદ્દો નથી. દરેક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે કલમ 144 છે.

દારૂબંધી / ગુજરાતના આ ગામમાં દારૂડિયાઓ માટે છે આવી સજા …

આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, અરૂણ કુમારની પોલીસ કસ્ટડીમાં ડેથ થી હતી.  તેનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે. હું પરિવારની મુલાકાત લેવા માંગુ છું. યુપી સરકાર શેનાથી ડરે છે? મને કેમ રોકવામાં આવે છે? “

 

 

હિંસા કેસ / લખીમપુર ખીરી મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને લગાવી ફટકાર,જાણો શું કહ્યું

ચુકાદો રદ / ગુજરાત હાઇકોર્ટના નારાયણ સાંઇના ફર્લો ચુકાદાને સુપ્રીમે કોર્ટે કર્યો ખારિજ