ડમી કાંડ મુદ્દે ભાવનગર પોલીસનો મોટો ઘટસ્ફોટ
ભાવનગર ડમી કાંડ મુદ્દે કરાયો સૌથી મોટો પર્દાફાશ
સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગેનો પર્દાફાશ
ડમી કાંડમાં 4 નહિ પરંતુ 36 વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ
ભાવનગરમાં 36 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
11 વર્ષથી ડમી ઉમેદવારોનું ચલાવતા હતા કૌભાંડ
2012થી 2023 સુધી ચલાવતા હતા આ કૌભાંડ
શરદકુમાર ભાનુશંકર પનોત મુખ્ય આરોપી
રાજ્ય સરકારે આપ્યા હતા તપાસના આદેશ
ડમી આરોપીઓ ભાવનગરની આજુબાજુના ગામના હોવાનો દાવો
તળાજા-શિહોરના 6 ગામડાઓના ડમી ઉમેદવારોની સંડોવણી
દિહોર, સથરા, દેવગાણા ગામના આરોપીઓની સંડોવણી
ટીમાણા, અણિયાળી, પીપરલા ગામના આરોપીઓની સંડોવણી
હજુ પણ પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે
લાખો નહિ પરંતું કરોડોની લેવડ-દેવડના થઇ શકે છે ખુલાસા
ભાવનગર ડમીકાંડમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અંગે મોટો પર્દાફાશ કર્યો છે. ડમીકાંડમાં 4 નહિ પરતું 36 વિરૂદ્વ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, 11 વર્ષથી ડમી ઉમેદાવરોનું ચલાવતા હતા કૌભાંડ.આ મામલે પોલીસે મુખ્ય આરોપી તરીકે શરદકુમાર ભાનુશંકર પનોત સામે મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યા છે.ડમીકાંડમાં આજુબાજુના ગામના લોકોની સંડોવણી બહાર આવી છે. ટીમાણા,પીપરવા અને અણિયાળી ગામના લોકોના નામ બહાસ આવ્યા છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,અને વધુ ખુલાસાઓ સામે આવી શકે છે. કરોડોની લેવડ દેવડના ખુલાસો થઇ શકે છે.