અમદાવાદ,
અમદાવાદના ચાંદખેડામાં પોલીસકર્મીના આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદ કમિશનર ઓફિસમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા જગદીશભાઈ પરમારે પંખેથી લટકીને આપઘાત કર્યો હતો.
ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી..આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે તેમની પત્ની સાથે રસોઈ મામલે બોલાચાલી થઇ હતી. ઘરમાં વડીલના આપઘાતની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલા મહિપાલનગર-2માં રહેતા હતા. મૃતક જગદીશભાઈની ઉંમર 46 વર્ષ છે. ત્યારે આપઘાતનું ચોક્કસ કારણ કયું છે? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
