Dwarka News : દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે રેડ પડતા ભઠ્ઠીના સંચાલકો ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકાના ભાણવડ ખાતે ગેરકાયદે દેશી દારૂની ભટ્ઠીઓ ચાલતી હોવાની માહિતી એલસીબી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી દેશી દારૂ બનાવવા માટેનો 3,200 લિટર કાચો આથો કબજે કર્યો હતો.
બીજીતરફ આ ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડચા ભઠ્ઠીના સંચાલકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થલેથી બેરલો તથા દેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી કબજે કરી હતી.
પોલીસે ફરાર સંચાલકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો
આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ