ગુજરાતમાં પોલીસ ખાતામાં 9713 લોકરક્ષકની લેખિત પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ તે પેપર લીક થયુ હોવાથી પરીક્ષને રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ્દ થવાથી 9 લાખથી પણ વધુ ઉમેદવારો નિરાશ થઇ ગયા હતા. જેને પગલે પોલીસ દ્વારા આ સમગ્ર ષડયંત્રને ખુલ્લુ પાડી આરોપીઓને પકડવાની જવાબદારી હથ્થે લેવામાં આવી હતી. જો કે આ મામલ ATSએ પેપર લીકનાં મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાને પકડી પાડ્યો છે.
પોલીસ ભરતી પેપર લીક મામલાની યોગ્ય તપાસ થાય તે માટે ATS અને ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેરનાં સંસાધનો એકત્રિત કરી બનાવેલ સંયુકત ટીમે ઘણા રાજ્યોમાં તપાસ કર્યા બાદ પેપર લીક કરનારી ધંધાદારી ગેંગનાં કાવતરાનો પર્દાશ કર્યો છે. આ ગુપ્ત તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, પેપર લીક કરનારી આ ધંધાદારી ગેંગનો મુખ્ય સુત્રધાર વિનોદ ચીખરા ગુડગાવમાં છૂપાયેલ છે.
જાણકારી મળ્યા બાદ ATSની ટીમે ગુડગાવથી તેને પકડી પાડ્યો હતો. વિનોદ ચીખરાની ધરપકડ બાદ તેની સાથે પ્રથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે, આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી વિનય અરોરા, વિનોદ રાઠોડ, મહાદેવ અસ્તુરે અને તેના સાથીદાર સત્યવાન મલીક, રોહિત મલીકની મદદથી કર્ણાટક ખાતે આવેલ પ્રીન્ટીંગ પ્રેસમાંથી પ્રશ્નપત્રની ચોરી કરેલ હતી. આ ચોરી કરેલ પ્રશ્નપત્ર વિનોદ ચીખારાએ વિરેન્દ્ર માથુરને આપ્યુ હતુ જે બદલ વીરેન્દ્ર માથુરે વિનોદ ચીખારાને રૂપિયા 1 કરોડ આપવાનું નક્કી કર્યુ હતુ. જો કે એડવાન્સમાં તેને 9 લાખ 70 હજાર આપવામાં આવ્યા હતા.