Ahmedabad News : શેલામાં આવેલી માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કરી દીધો છે. આ યુવક રવિવારે રાતે તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ સ્કેચમાં દેખાતો યુવક કે તેના જેવી દેખાતી બીજી કોઈ વ્યક્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનનો નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એવી પણ પોલીસે બાંહેધરી આપી છે. આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો.
જેથી પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા