ગોધરા શહેરને અડીને આવેલ વાવડી ગ્રામ પંચાયતની ચૂંટણી વિધાનસભાના જંગમાં ફેરવાઈ ગઈ હોવાના જબરદસ્ત રાજકીય માહૌલના પ્રચાર પ્રસારના પડઘમ ગઇ કાલે એટલે કે શુક્રવારે સાંજે ભલે શાંત પડી ગયા પરંતુ આ પૂર્વે શક્તિ પ્રદર્શન સાથે યોજાયેલ બાઈક રેલીઓએ વાવડી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ભારે ઉત્સુકતાઓ ફેલાવી હતી.!!
આ પણ વાંચો –ગોધરા / G.F.L.ની દુર્ઘટનાની તપાસ માનવ હત્યાની કાયદાની નજરોથી કરવામાં આવે એવી આક્રોશસભર માંગ..!!
છેલ્લાં બે ટર્મથી સમરસ જાહેર થતી વાવડી ગ્રામ પંચાયતની ચૂંટણી વિધાનસભા જંગ જેવા રાજકીય માહૌલમાં ફેરવાઈ જતા સત્તાધારી ભા.જ.પ.માં પણ વાવડી ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ કેન્દ્રસ્થાને ગોઠવાયો છે. એમાં વાવડી પંચાયતનાં મહિલા સરપંચ મોનિકાબેન રાઠોડની સામે રાજેન્દ્રસિંહ રાઉલજી અને સતિષભાઈ તડવીએ સરપંચ પદ માટે ચૂંટણીમાં ઝંપલાવતા સરપંચ પદની ચૂંટણી પ્રતિષ્ઠાના ત્રિપાંખીયા જંગમાં ભલે ફેરવાઈ ગઈ હોય પરંતુ વાવડી ગ્રામ પંચાયતનાં પ્રજાજન મતદારોમાં આ વાવડી ગ્રામ પંચાયતની ચૂંટણીના મુખ્ય મુદ્દામાં વાવડી ગ્રામ પંચાયતના વિસ્તારનો ગોધરા ન.પાલિકામાં સમાવેશ કરીને આર્થિક બોજા સાથે અગવડતાઓ ઉભા કરવા સામે હાઈકોર્ટ સુધી વિરોધ વ્યક્ત કરતી લડત સામે વાવડી પંચાયતના ગોધરા નગર પાલિકામાં સમાવેશ કરવાની રાજકીય પેરવીઓ વચ્ચેની સ્ફોટક ચર્ચાઓ જે પ્રમાણે ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. એટલું જ નહીં ગોધરા શહેરના ભલભલા અગ્રણીઓ, કાર્યકરો પણ જે પ્રમાણે વાવડી ગ્રામ પંચાયતની ચૂંટણી જંગનાં મેદાનમાં ઉતરીને સોશિયલ મિડીયામાં પ્રચાર કાર્ય માટે ધૂમ મચાવી રહયા છે. આ જોતા આ જંગ વિધાનસભા જંગ જેવો રાજકીય માહૌલ સર્જાયો છે.!!