ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા વિધાનસભાની આઠ બેઠકની પેટા-ચૂંટણીનાં પ્રચારના છેલ્લે દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી ભાજપ પર વેધક આક્ષેપો કર્યાની સાથે સાથે આ આક્ષેપો મામલે અમુક પુરાવા પણ આપવામાં આવ્યા છે.
પોતાની વાતને પુષ્ટી આપતા અમિત ચાવડા દ્વારા કોંગ્રેસના પૂર્વ નેતા સોમાં ગાંડાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમા ખરીદી અને રાજીનામાં અંગેની વાતચીત કરતી હોવાનું સામે આવી રહ્યું છે. સોમાં ગાંડા પટેલનો વીડિયો જાહેર કરી કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યોની સાથે ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાયુ છે.
સોમાં ગાંડા પટેલનો વીડિયો…
કરજણનાં ઉમેદવાર અક્ષય પટેલ દ્વારા પોતાની પ્રતિક્રિયા
સોમા ગાંડાનાં સ્ટિંગ પર કરજણનાં ઉમેદવાર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા કહેવામાં આવ્યું કે, મારી ભાજપ સાથે કોઈ ડીલ નથી થઇ. મને પાર્ટીએ ટિકિટ આપી એ જ પૂરતું છે. જ્યાં સુધી વાઇરલ વીડિયોનો સવાલ છે, તો જરૂર પડશે તો હું સોમા ગાંડા સામે બદનક્ષીનો કેસ કરીશ. ઉલ્લેખનીય છે કે, ભાજપનાં કરજણનાં ઉમેદવાર અક્ષય પટેલ કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યાં છે તેમનો સોમા ગાંડાનાં સ્ટિંગ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
આક્ષેપો મામલે રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલની પ્રતિક્રિયા
ભાજપનાં કરજણનાં ઉમેદવાર અક્ષય પટેલની સાથે સાથે સોમા ગાંડાનાં સ્ટિંગ પર રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલે પોતાની પ્રક્રિયામાં જણાવ્યું છે કે, સોમા ગાંડાને ભાજપે ન લીધો તેથી વાહિયાત વાતો કરે છે. સોમા ગાંડાએ ભાજપમાં આવવાં માટે ખુબ હવાતિયાં માર્યા હતા. પરંતુ ભાજપે તેમને પક્ષમાં પાછા ન લેતા આવી વાતો કરે છે. ભાજપે એવો કોઇ સોદો કે પૈસાથી કોઇ પણ ધારાસભ્યોને ખરીદ્યા કરી નથી.
સોમા ગાંડાનાં આક્ષેપો મામલે ગોરધન ઝડફિયાએ આપી આવી પ્રતિક્રિયા