Not Set/ દિલ્હીમાં દલિતોને રિઝવવા BJP એ બનાવી ખાસ ‘ખીચડી’, સ્વાદ માણશે અમિત શાહ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી અગાઉ દલિત સમુદાયને રિઝવીને તેમની સાથેનું જોડાણ મજબૂત કરવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે BJP દ્વારા રવિવારે દિલ્હીમાં ‘ખીચડી’નું એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બીજેપી (BJP)એ પોતાની રેલીમાં આશરે ત્રણ લાખથી વધુ દલિત ઘરોમાંથી એકઠાં કરેલા ચોખા અને દાળમાંથી 5000 કિલોની ખીચડી બનાવવામાં આવી રહી છે. આ ‘સમરસતા ખીચડી’ને […]

Top Stories India Trending Uncategorized Politics
BJP will make special 'Khichadi' to attract Dalits in Delhi, Amit Shah will be enjoying the taste

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી અગાઉ દલિત સમુદાયને રિઝવીને તેમની સાથેનું જોડાણ મજબૂત કરવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે BJP દ્વારા રવિવારે દિલ્હીમાં ‘ખીચડી’નું એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

બીજેપી (BJP)એ પોતાની રેલીમાં આશરે ત્રણ લાખથી વધુ દલિત ઘરોમાંથી એકઠાં કરેલા ચોખા અને દાળમાંથી 5000 કિલોની ખીચડી બનાવવામાં આવી રહી છે. આ ‘સમરસતા ખીચડી’ને માણવા માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખુદ ઉપસ્થિત રહેશે.

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ દ્વારા ‘ભીમ મહાસંગમ રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં આશરે 5000 કિલોથી વધુ ‘સમરસતા ખીચડી’ બનાવવામાં આવી રહી છે. દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ‘ખીચડી’ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવનાર ચોખા અને દાળ સહિતનો સામાન એકઠો કર્યો હતો. આ ‘ભીમ મહાસંગમ રેલી’ને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સંબોધિત કરવાના છે અને તેઓ અહી બનાવવામાં આવેલી ‘સમરસતા ખીચડી’નો સ્વાદ માણશે.

https://twitter.com/ANI/status/1081779537766170624

આ અંગે દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મોહનલાલ ગિહારાએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં બે લાખ દલિત પરિવારોને આવરી લીધા છે અને આગામી દિવસોમાં અંદાજે ત્રણ લાખ ઘરોમાં 90 ટકા સુધી પહોંચવાની આશા છે. આ સાથે જ આ ‘સમરસતા ખીચડી’ના કામને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવા માટે ગિનીસ બૂક વર્લ્ડ રેકોર્ડનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન વર્લ્ડ રેકોર્ડ 918.8 કિલો ખીચડી બનાવવાનો નોંધાયેલો છે. નવેમ્બર 2017માં દિલ્હીમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને ફેમસ શેફ સંજીવ કપૂરના નેતૃત્વમાં આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગિહારાએ જણાવ્યું હતું કે, નાગપુરના શેફ વિષ્ણુ મનોહર અને તેમની ટીમને આ ‘ભીમ મહાસંગમ રેલી’માં ‘સમરતા ખીચડી’ બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ રેલીમાં અંદાજે 50,000 લોકોના આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શેફ વિષ્ણુ મનોહર અને તેમની ટીમ દ્વારા એક મોટા વાસણમાં 3000 કિલો ખીચડી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મોહનલાલ ગિહારાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આ મોટા વાસણનો વ્યાસ 20 ફૂટ છે અને તેની ઊંડાઈ 6 ફૂટ છે. તેમાં ચોખા, દાળ, મીઠું અને પાણી નાખીને 3000 કિલો ‘ખીચડી’ બનાવવામાં આવશે. બીજેપીના પ્રમુખ અમિત શાહ આ ‘ભીમ મહાસંગમ રેલી’ને સંબોધિત કરવાના છે. આ રેલિ મારફત બીજેપી દિલ્હીમાં દલિત સમુદાયમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.