અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની ટીકા કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લઈને તેમને (રાહુલને) બેશરમ અને ખોટા ગણાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતના લોકો રાહુલ ગાંધીની ગુજરાત પ્રત્યેની નફરતને ઓળખી ચૂક્યા છે અને તેઓ (લોકો)એ સતત કોંગ્રેસને નકારી છે અને ભવિષ્યમાં પણ આવું જ કરતા રહેશે.
રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા એવો દાવો કર્યો હતો કે, ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019’ના નારાજ પ્રાયોજકો હવે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા આ કાર્યક્રમની સાથ જોડાયેલા રહેવા માંગતા નથી.
રાહુલ ગાંધીના ટ્વીટ અંગે સીએમ વિજય રૂપાણીના આવા પ્રકારના નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ તરફથી પણ વળતો ઓરાહાર કરવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું હતું કે, ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019’થી નારાજ પ્રયોજકો હવે ‘NoMo’ની અધ્યક્ષતા વાળા કાર્યક્રમની સાથે જોડાયેલા રહેવા માંગતા નથી. તેઓ મંચ છોડીને ચાલ્યા ગયા, જેવું તેમને પસંદ છે… ખાલી.’ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ મીડિયામાં આવી રહેલા સમાચારોને ટાંકીને ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ને નિશાન બનાવ્યું હતું.
ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-૨૦૦૩માં ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે તે રાજ્યના મુખ્યમંત્રી હતા.
મીડિયાના કેટલાક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટને ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2019’ની માટે સહયોગી (પાર્ટનર) દેશ બનવા માટેનો ઇનકાર કરી દીધો છે. બ્રિટને સંતોષજનક વાણિજ્યિક પરિણામો ન મળવાના કારણે આ કાર્યક્રમથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
સમાચારો મુજબ અમેરિકા પછી બ્રિટન બીજો મોટો દેશ છે કે, જેણે આ સંમેલન (વાયબ્રન્ટ ગુજરાત)થી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે.
રાહુલ ગાંધીના આ ટ્વીટ પછી તેના અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મીડિયા રિપોર્ટની લિંકને પ્રસારિત કરીને ટ્વીટ કર્યું છે. જેમાં રૂપાણીએ જણાવ્યું છે કે, ‘તમે એક બેશરમ અને ખોટા છો રાહુલ ગાંધી. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં અગાઉથી જ વધારે દેશો ભાગ લઇ રહ્યા છે. તે હકીકત છે.’
મીડિયાના અહેવાલમાં મુખ્યમંત્રી રૂપાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રહેલા સંસ્કરણમાં 10 દેશોએ ભાગ લીધો હો અને વર્ષ 2019માં 16 રાષ્ટ્રો ભાગ લઈ રહ્યા છે.
અન્ય એક ટ્વીટમાં રૂપાણીએ કહ્યું છે કે, ‘તમારી ટ્વીટનું વલણ જણાવે છે કે, તમે ગુજરાતને અસફળ જોવા માટે આતુર છો. ગુજરાતી લોકો રાજ્ય પ્રત્યે તમારી નફરતને સમજે છે, તેઓએ કોંગ્રેસને સતત નકારી છે અને ભવિષ્યમાં પણ નકારશે.’