Porbandar/ પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 29ઇંચ કરતાં વધારે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ

પોરબંદર જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેડુતોને પાક નુકશાન અને ખેતરમાં ધોવાણની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પોરબંદરના માન.

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 23T191821.730 પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 29ઇંચ કરતાં વધારે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ

પોરબંદર જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેડુતોને પાક નુકશાન અને ખેતરમાં ધોવાણની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પોરબંદરના માન. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને પોરબંદર જીલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેડુતોને પાક નુકશાની અને ખેતર ધોવાણ અંગે તત્કાલ સર્વે કરાવી સહાય ચુકવવા માંગ કરી છે.અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 29ઇંચ કરતાં વધારે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે.

ભારે વરસાદના કારણે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં નદી, વોંકળાઓમાં ભારે પૂર આવેલ છે. જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર સંપર્ક વિહોણો થયાં બાદ હવે પૂર ઓસરવાની શરૂઆત થઈ છે. ખેડૂતોએ વાવેલ મગફળી, કપાસ, સોયાબીન જેવા વાવેતરવાળા પાકોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ભારે પૂરને કારણે ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે.અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારમાં પણ આ વર્ષે ઘણા ગામોમાં મગફળીનું વાવેતર થયેલું હતું. આ વાવેતરનો મોટો હિસ્સો નાશ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન ગયું છે. આ સંજોગોમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો રાજ્યના કૃષિ વિભાગ મારફતે સર્વે કરાવીને રાજ્ય સરકારની “મુખ્યમંત્રી કિસાન યોજના” તથા SDRF યોજના અવન્યે સહાય આપવા તથા ખેડૂતોના ખેતરોને થયેલ ધોવાણ માટે પણ સર્વે કરાવીને ખેતરોને સમથળ કરવા સહાય આપવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વેના 12 કર્મચારીઓને લોકોના જીવ બચાવવા માટે કર્યા સન્માનિત

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર

આ પણ વાંચો: સરકારી નોકરીના બહાને છેતરપિંડી… મંત્રીના PA બનીને 15 લોકો પાસેથી 43 લાખની પડાવ્યા, એક આરોપીની ધરપકડ