પોરબંદરમાં આગની ગોઝારી ઘટના બનવા પામી હતી. મકાન(ઝૂંપડા)માં અગમ્ય કારણો સર આગ લાગવાની દુર્ઘટનાનાં કારણે 3 માસુમ બળકોનો ભોગ લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રાજકોટનાં એક એપાર્ટમેન્ટનાં બેઝમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના બે બાળકો પણ આજ રીતે આગ લાગવાનાં કારણે જીવતા ભૂંજાઇ ગયા હતા. ત્યારે ફરી એક મકાનમાં આગ લાગવાથી બાળકો ભૂંજાઇ જતા સર્વત્ર અરેરાટી વ્યાપી ગઇ છે.
પોરબંદરના હનુમાનગઢ ગામે મજૂરી કામ કરી પોતાનું જીવન વ્યતિત કરતો પરપ્રાંતિય પરિવાર એક ઝૂંપડામાં રહેતો હતો. રોજનુ કમાઇ રોજ ખાતો આ પરિવાર પોતાના સ્વજનો સાથે હસી ખુશી રહેતો હતો. ઝૂંપડામાં અચાનક કોઇ અગમ્ય કારણસર આગ લાગી જતા પરપ્રાંતિય પરિવારનાં 3 માસુમ બાળકો આગની લપેટોમાં ભૂંંજાઇ જતા મોતને ભાટ્યા હતા. આગની આ ગોઝારી ધટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.પણ ત્રણ માસૂમના મોતથી તેનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.