Ahmedabad News/ અમદાવાદમાં અંધારપટ સર્જાવાની શક્યતા, વીજ કંપની કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે

મળતા અહેવાલો મુજબ, જે કંપની પાસે અગાઉ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓનો કોન્ટ્રાક્ટ હતો, તે કંપનીૃ સાઇટલૂમ……

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2025 01 12T072127.981 અમદાવાદમાં અંધારપટ સર્જાવાની શક્યતા, વીજ કંપની કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં 2 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટ (Street Light Pole)ના થાંભલા છે. આ વીજ થાંભલાઓ(Street Light)ના સંચાલન અને જાળવણી માટે આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ 2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો હતો. દરરોજ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 200 થી વધુ ફરિયાદો લાઇટિંગ વિભાગને(Lighting Department) પહોંચે છે. ત્યારે સ્ટ્રીટ લાઈટ માટે નવું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

મળતા અહેવાલો મુજબ, જે કંપની પાસે અગાઉ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓનો કોન્ટ્રાક્ટ હતો, તે કંપનીૃ સાઇટલૂમ ઇન્ડિયા લિમિટેડ (Citelum India Pvt. Ltd.) કંપનીએ કામ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો અને લાઇટિંગ વિભાગને તેના વિશે જાણ કરી હતી. જો આ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નહીં હોય, તો શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ થઈ શકે છે. લાઇટિંગ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયરે બચાવાત્મક વલણ અપનાવતા કહ્યું, ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ઘણા વોર્ડ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોને અંધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 જાન્યુઆરી, 2020 ના રોજ શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં વીજપોલના સંચાલન અને જાળવણી માટે સાઇટલૂમ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી કોઈપણ કંપનીને આપવામાં આવેલ નવો કોન્ટ્રાક્ટ સમયસર કામ શરૂ કરી શકે. લાઇટિંગ વિભાગ દ્વારા 5 વર્ષ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ પછી લાઇટિંગ વિભાગના અધિકારી દ્વારા હેરાનગતિને કારણે કોન્ટ્રાક્ટરે કામગીરી આગળ ન ધપાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ મનપા(AMC)ના અધિકારીનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટના વીજળીના થાંભલા માટે નવું ટેન્ડર (Tender) બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં બ્લેકઆઉટની કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં સરસ્વતી સાધના સાયકલ યોજનામાં કૌભાંડ

આ પણ વાંચો:અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અસામાજીક તત્વોનો આતંક, પોલીસ પર ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો