Junagadh News/ જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસમાં વધારો

જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ દરમિયાન શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ઇન્ફેક્શન ના કુલ 800 થી વધુ દર્દીઓ નોંધાયા છે..

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 11 05T160725.409 જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસમાં વધારો

Junagadh News:જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ દરમિયાન શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ઇન્ફેક્શન ના કુલ 800 થી વધુ દર્દીઓ નોંધાયા છે..

જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ અને તહેવારો નિમિત્તે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો દેખાયો છે સપ્ટેમ્બર માસ દરમિયાન શરદી ઉધરસ તાવ અને ઇન્ફેક્શનના કુલ 189 કેસ નોંધાયા હતા જેની સામે ઓક્ટોબરમાં 239 દર્દીઓ નોંધાયા છે બીજી તરફ ઝાડા ઉલટી ના સપ્ટેમ્બરમાં 99 કેસ હતા તેની સામે ઓક્ટોબરમાં 249 દર્દીનો વધારો થયો છે જ્યારે ડેન્ગ્યુમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 14 અને ઓક્ટોબરમાં 16 તેમજ મેલેરિયાના કુલ બે માસ દરમિયાન ૧૨ કેસ નોંધાયા છે ..

ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતિત છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે જ્યારે રોગચાળાના કેસોથી બચવા મેડિકલ સુપ્રીડેન્ટેડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે આખી અસ્થિન ના કપડા પહેરવા તેમજ ઘરની આસપાસ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અને રાત્રિના સમયે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે… રોગચાળાના કેશો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે હજુ પણ તહેવારો પૂર્ણ થયા છે ત્યારે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજની ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ